અવધ એક્સપ્રેસ l અમદાબાદ
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર દ્વારા પ્રકાશિત અખંડ ભારતના શિલ્પીની કાશ્મીર – ગાથા પુસ્તક પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજ તથા જમ્મુ-કાશ્મીરના મહામહીમ લેફ. ગર્વનર મનોજ સિંહા દ્વારા લોકાર્પણ કરાયું……
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર દ્વારા પ્રકાશિત અખંડ ભારતના શિલ્પીની કાશ્મીર ગાથા “Sardar Patel and Kashmir : The untold History”- ઈતિહાસકાર ડૉ. રીઝવાન કાદરી દ્વારા સંશોધિત સંપાદિત કરેલાં ૧૧૯ પ્રકરણોનો ગ્રંથ પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા જમ્મુ-કાશ્મીરના મહામહીમ લેફ. ગર્વનર મનોજ સિંહા દ્વારા ટાગોર હોલ, કાશ્મીર ખાતે લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે મહામહીમ લેફ. ગર્વનરએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પ્રકાશિત પુસ્તક અંગે જણાવ્યું હતું કે રાષ્ટ્ર માટે કરેલ સંકલન એ ઈતિહાસકાર ડૉ. રીઝવાન કાદરીએ ઉજાગર કર્યો છે તે બદલ વધાઈ આપું છું. અખંડ ભારતના ઘડવૈયા એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના લોકતંત્રને ચેતનવંતુ કરી વિવિધતામાં એકતા બનાવી અને આવનારી પેઢીઓ માટે એકતાના દર્શન કરાવ્યા છે તે બદલ ધન્યવાદ.
વિશ્વમાં ભારત અખંડ રાષ્ટ્ર એકતા, અપ્રતીમ અને સહયોગ પૂર્ણ રહે તેમ પણ જણાવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાને આધ્યાત્મિક ઉપરાંત માનવીય અભિગમના જે કાર્ય કરે છે તે બદલ અભિનંદન પાઠવું છું.
કિશોરભાઈ મકવાણા, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેને જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ગાદી દ્વારા ઉક્ત પુસ્તક અંગ્રેજીમાં પ્રકાશન કરીને અદ્વિતીય કાર્ય કરીને ઇતિહાસને ઉજાગર કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કાશ્મીરની મુલાકાત બાદ તેની કાયાપલટ થઈ છે.
ઈતિહાસકાર ડૉ. રીઝવાન કાદરીએ ઋણ સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર તરફથી સરદાર વલ્લ્ભભાઈ પટેલના આવા થતાં લોક કાર્યો માટે સદૈવ પ્રોત્સાહિત કરતા રહે છે. કાર્યક્રમમાં મહાનુભાવો પણ પધાર્યા હતા.
મહંત સદ્દગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી
