(સાવલી)
સાવલી તાલુકાના મંજુસર ખાતે વડોદરા ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક વિશાળ માર્ગ સલામતી જાગૃતિ રેલી 2026 નું બાઈક રેલી કાઢીને તાલુકાજનોને ટ્રાફિક નિયમો નું પાલન કરવા માટે સમજ પૂરી પાડવામાં આવી હતી
રાજ્યના વિવિધ માર્ગો પર બનતા અકસ્માતના મુખ્ય કારણો ટ્રાફિક નિયમોની અણદેખી હોય છે અને નિયમો ની સમજના અભાવે અકસ્માતો સર્જાય છે અને તેના કારણે જાહેર જનતામાં માર્ગ સલામતી ટ્રાફિક નિયમ અને ગતિ લિમિટ મુદ્દે સતર્કતા હોવી ખૂબ જ જરૂરી છે તેના પગલે સાવલીના મંજુસર પોલીસ મથક દ્વારા ટ્રાફિક જાગૃતિ અને સલામતીની સમજ પૂરી પાડવાના ભાગરૂપે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ટ્રાફિક વિશાળ માર્ગ સલામતી રેલી મંજુસર પોલીસ મથકે થી નીકળીને વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેનો મુખ્ય ઉદ્દેશ ટ્રાફિક નિયમોનું પાલન કરે સુરક્ષિત ગુજરાત સુરક્ષિત ભારત બનાવવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી હતી રોડ સેફ્ટી અવરનેસ રેલી દ્વારા વિવિધ વાહન ચાલકો દ્વારા ટ્રાફિક નિયમોનું અણદેખી કરીને અકસ્માતને નોતરે છે તેમ જ બાઈક સવારો હેલ્મેટ વિના સવારી કરે છે અને માર્ગ અકસ્માતમાં અકાળે મૃત્યુ પામે છે જ્યારે કારચાલકો સેફટી બેલ્ટ સહિતના નિયમોની અણદેખી કરીને ટ્રાફિક નિયમોની અવગણના કરે છે પરિણામે અકસ્માત ને આમંત્રણ આપે છે તેના પગલે

જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા રેલી કાઢીને રાહદારીઓને માર્ગ અકસ્માત ટાળવા માટે ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે સમજ પૂરી પાડવામાં આવી હતી અને ટ્રાફિકના વિવિધ નિયમોની જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી પોલીસ જવાનો દ્વારા નીકળેલી આ રેલી એ સમગ્ર તાલુકાજનો માં ભારે આશ્ચર્ય ઉભું કર્યું હતું અને પોલીસ વિભાગની કામગીરીની સરાહના કરતા તાલુકા જણાવો જોવા મળતા હતા





