અવધ એક્સપ્રેસ | ડેસર
ડેસર તાલુકાના એક ગામમાં કુદરતી હાજતે ગયેલી યુવતિનું મોઢુ દબાવી તેની સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને સાવલીની અધિક સેશન કોર્ટે ક્સુરવાર ઠેરવી ૧૦ વર્ષની સખત કેદની સજા નો હુકમ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૨૦મી માર્ચ ૨૦૨૩ના રોજ ડેસર તાલુકાના એક ગામમાં રહેતી યુવતિ વહેલી સવારના છ વાગે કોતરમાં કુદરતી હાજતે ગઈ હતી જ્યારે નગીન ગોકળભાઈ પરમારે તેની એક્લતાનો લાભ ઉઠાવી તેનું મોઢુ દેબાવી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું તક મળતા યુવતિએ બુમાબુમ કરતા તેનો દિયર દોડી આવ્યો હતો. જો કે નગીન પરમાર તેને ધક્કો મારી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે ડેસર પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી પૂરાવા એકત્ર કરી અદાલતમાં ચાર્જસીટ દાખલ કરી હતી. સાવલીના અધિક ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલ સીજી પટેલ દ્વારા પૂરાવા સાથે ધારદાર દલીલો કરવામાં આવી હતી. સાક્ષીઓના નિવેદનના આધારે અદાલતે નગીન ગોકળભાઈ પરમારને ક્સુરવાર ઠેરવી ૧૦ વર્ષની સખત કેદ અને ૧૦,૦૦૦નો ફટકરવાનો હુકમ કરતા યુવક ના પરિવાર જનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી
