(સાવલી)
સાવલી તાલુકાના ભાદરવા ગામે જી.આર. ભગત હાઇસ્કૂલમાં પરમ પૂજ્ય સંત શ્રી વિજયદેવ મહારાજ અધ્યક્ષ સ્થાને યોજાયેલ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો
સાવલી તાલુકાના ભાદરવા ગામ ખાતે શ્રી ભાદરવા કેળવણી મંડળ સંચાલિત જી.આર. ભગત હાઇસ્કૂલમાં “વિદ્યાર્થી સન્માન સમારોહ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
વર્ષ ૧૯૨૧ થી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત આ સેવાભાવી સંસ્થા આજના સમયમાં શિક્ષણ જગત માટે પ્રેરણારૂપ બની રહી છે. જ્યારે ખાનગી શિક્ષણ એક ધંધો બની ચૂક્યું છે, ત્યારે સરકારી અનુદાન અને શ્રી ભાદરવા કેળવણી મંડળના નેતૃત્વ હેઠળ ચાલતી આ શાળામાંથી શિક્ષણ મેળવીને હજારો વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં સ્થાયી થયા છે અને શાળા, ગામ તથા દેશનું નામ રોશન કર્યું છે.

કાર્યક્રમ દરમિયાન નર્સરી થી ધોરણ ૧૨ ની પરીક્ષાઓમાં પ્રથમ ત્રણ ઉચ્ચ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે SSC તથા HSC ના વિદ્યાર્થીઓ માટે રોકડ ઇનામના દાતા સ્વ. ચંદુલાલ સી. બ્રહ્મભટ્ટ પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ઇનામ વિતરણના દાતા ભાવિક પી. ભાવસારનું પણ વિશેષ બહૂમાન કરાયું હતું.
આ સમારોહમાં પરમ પૂજ્ય મહંતશ્રી વિજયજી મહારાજજી (સત્ નો દરબાર – શ્રી ચેહરજોગણી માતાજી નો મઢ, શ્રી આનંદેશ્વર મહાદેવ તીર્થ ધામ – ભાદરવા) એ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા.

કાર્યક્રમમાં અનુગ્રહ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. (મંજુસર) ના મેનેજિંગ ડિરેક્ટર કશ્યપ શાહ, ઠાકર એન્જિનિયરિંગ કંપની પ્રા. લિ. (રાણીયા) ના કૌશિક ઠાકર, ભાદરવા કેળવણી મંડળ પ્રમુખ અશોકકુમાર શાહ, સેક્રેટરી મહેન્દ્રસિંહ રણા, કેળવણી મંડળના કારોબારી સભ્યો, શિક્ષકો, વાલીઓ, ગામના આગેવાનો તથા શિક્ષણ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
