ચોમાસાની ઋતુમાં રસ્તાઓ પર પડતા ખાડાઓ સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ એક વિશાળ પાણી ભરાયેલા ખાડાનો ફોટો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. ફોટોગ્રાફરે એવી કલાકારીથી આ દૃશ્ય કેમેરામાં કેદ કર્યું છે કે જાણે રસ્તા પર જાણે ભારત નો આખો નકશો જ સર્જાઈ ગયો હોય!
વાયરલ ફોટા પર લખવામાં આવ્યું છે કે, “બસ થોડો સીં બારીશ હોતી તો પીઓકે ભી હમારે કબ્જે મેં હોગી!” ત્યારબાદ સોશિયલ મીડિયા યુઝર્સે પણ રમૂજી કોમેન્ટ્સનો વરસાદ વરસાવી દીધો છે.
કોઈએ લખ્યું કે, “થોડો વધુ વરસાદ પડ્યો હોત તો અફઘાનિસ્તાન, ચીન અને નેપાળ પણ પાણીના ખાડામાં આવી જાત!” તો અન્ય એક યુઝરે રમૂજમાં કહ્યું કે, “બસ બે-ચાર દિવસ વધુ વરસાદ રહેવા દો, પછી તો અખંડ ભારતનો નકશો પણ તૈયાર થઈ જાય!”
ફોટામાં રસ્તા વચ્ચે પડેલો વિશાળ ખાડો પાણીથી લબાલબ ભરાયેલો જોવા મળે છે. ખાડાની આસપાસ તૂટેલો ડામર અને તેમાં ભરાયેલા વરસાદી પાણીના આકારને કારણે દૃશ્ય ખરેખર અચરજ પમાડે તેવું બની ગયું છે. એક તરફ ખાડાની ગંભીર સમસ્યા અને બીજી તરફ ફોટોગ્રાફરની નજર બંનેના અનોખા સંગમે સોશિયલ મીડિયા પર હાસ્યનો માહોલ સર્જ્યો છે.
સોશિયલ મીડિયા પર લોકો ફોટોગ્રાફરને પણ અભિનંદન આપી રહ્યા છે. અનેક યુઝર્સનું કહેવું છે કે, “આવા ખાડા તો અનેક હોય છે, પરંતુ તેમાં પણ આવી કલાકારી શોધી કાઢે તે ફોટોગ્રાફરની નજરને ખરેખર ઈનામ આપવું પડે!”
જોકે, આ વાયરલ તસવીર હાસ્યનો વિષય બની છે, પરંતુ તેની પાછળ રસ્તાઓની વાસ્તવિક અને ગંભીર સમસ્યા પણ છુપાયેલી છે. ચોમાસામાં આવા ખાડાઓ વાહનચાલકો માટે જોખમરૂપ બની શકે છે. હાલમાં તો આ ખાડાએ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે,
