સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકની હદમાં આવેલ જાલમપુરા ગામે ભાદરવા પોલીસે બાતમીના આધારે જાલમપુરા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો જેમાં મનુભાઈ ભોઈના ખેતરના શેઢા પર ખુલ્લી જગ્યામાં હાર જીતનો પાના પત્તાનો જુગાર રમતા કુલ પાંચ ઈસમોને ઝડપી પાડ્યા છે આ દરોડામાં અંગ ઝડતી માં 7800 રૂપિયા તેમજ દાવ પરથી 6800 રૂપિયા તેમજ બે નંગ મોબાઈલ ₹3500 રૂપિયા તથા એક મોટરસાયકલ ₹35,000 ની મળી કુલ રૂપિયા 53,100 નો મુદ્દા માલ ઝડપી પાડ્યો છે (૧) જયદીપભાઇ મનુભાઈ વાળંદ રહે પોઇચા(રા) સુજા ફળિયુ તા સાવલી (૨) વિનુભાઈ ભુપતભાઈ ભોઈ રહે જાલમપુરા પ્રાથમિક શાળા ફળિયું તા સાવલી (૩) જયંતીભાઈ શિવાભાઈ ભોઈ જાલમપુરા આંગણવાડી વાળું ફળિયુ તાસાવલી (૪) ઉર્વેશભાઈ ઈશ્વરભાઈ ભોઈ રહે જાલમપુરા તા સાવલી (૫) જયેશભાઈ સુરેશભાઈ ભોઈ જાલમપુરા તા સાવલી ને ઝડપીને જેલ ભેગા કર્યા છે
જ્યારે જિલ્લા એલસીબી ની ટીમે વાંકાનેર ગામે ગામેચી વગામાં બાતમીના આધારે દરોડો પાડીને સાત જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા છે તેઓ પાસે દાવ ઉપરથી રૂપિયા 12,520 અને અન ઝડતીમાં 30,300 મળી કુલ 42,820 રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો છે આ દરોડામાં ઝડપાયેલ (૧) અસરફ સિકંદર મલેક રહે વાંકાનેર ગામેચી વગો તા સાવલી (૨) હનીફભાઈ રાયસીંગભાઇ રાઠોડ રહે ટુંડાવ ટેકરી વગો તા સાવલી (૩) મકસુદભાઈ હુસેનભાઇ રાહુલ રહે વાંકાનેર રાણાવાસ સાવલી (૪) મુકેશભાઈ જશુભાઈ ભોઈ રહે વાંકાનેર રબારીવાસ તા સાવલી (૫) દશરથભાઈ મહેન્દ્રભાઈ ગોહિલ રહે સિસોદિયાપુરા ચોકવાળું ફળિયુ તા સાવલી (૬) મહેન્દ્રસિંહ છાસટીયા રહે વાંકાનેર મારુતિ ચોક તા સાવલી (૭) હરેશભાઈ શૈલેષભાઈ ચાવડા રહે સિસોદિયાપુરા નવીનગરી તા સાવલી ને ઝડપીને જેલ ભેગા કર્યા છે જ્યારે શ્રાવણી જુગારીયા માં પોલીસની કડક કામગીરીના પગલે ફફડાટ વ્યાપી ગયો છે અને ભારે દોડધામ મચી જવા પામી છે
