મહુધા, પ્રતિનિધિ રઈસ મલેક
મહુધા તાલુકાના અલીણા ગામ ખાતે સૌ માતા સેવાશ્રમ સંચાલિત એમ. કે. પટેલ હાઈસ્કૂલના પ્રાંગણમાં તાલુકા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રાંત અધિકારી ગઢવી સાહેબના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં અલીણા ગામના સૌ ગ્રામજનો, રાજકીય આગેવાનો, પદાધિકારીઓ તેમજ શાળાના બાળકો અને શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિના માહોલ વચ્ચે સમગ્ર કાર્યક્રમ ગૌરવ અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો.
