ભારત સરકાર અને પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના સંયુક્ત પ્રોજેક્ટ અંતર્ગત “નશા મુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાન”નું રાષ્ટ્રીય સ્તરે ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. ૨ ઓગસ્ટ ૨૦૨૬ના વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર દેશમાં કર્યું હતું. આ અભિયાનના સ્થાનિક શુભારંભ સમારંભનું આયોજન બ્રહ્મકુમારીઝ, રાજઋષિ ભવન, ગોધરા ખાતે બી.કે. સુરેખા દીદી (સંચાલિકા, બ્રહ્મકુમારીઝ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લા)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ અવસરે ગાયત્રી પરિવારના શિવનદાસે યુવાઓને નશો છોડવાનું આહ્વાન કર્યું. શિક્ષણ નિરીક્ષક સુજિતભાઈ પરમાર દવારા શાળાઓના બાળકોને વ્યસનમુક્ત બનવા માટે પ્રતિજ્ઞાબદ્ધ કર્યા અને નશા મુક્ત યુવા અભિયાનને સફળ બનાવવા જણાવ્યું. બોર્ડ ઑફ નોમિનીઝ કોર્ટના જજ ભ્રાતા અભયકુમાર એન. રાવે પણ શુભકામનાઓ પાઠવી હતી…
આદરણીય સુરેખા દીદીએ નાના-મોટા સૌને વ્યસન, ફેશન અને વિકારો છોડવા માટે આહ્વાન કર્યું અને રાજયોગ મેડિટેશન દ્વારા પરમાત્મા સાથે કનેક્શન જોડી શક્તિ પ્રાપ્ત કરવા હાકલ કરી હતી.

બી.કે. શૈલેષભાઈએ અભિયાનનો હેતુ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે દરેકે નશામુક્ત બની ભારતને શ્રેષ્ઠ બનાવવા સૌના સાથ-સહકારથી આ અભિયાન સફળ કરી ૧૦ કરોડ યુવાનોને પ્રતિજ્ઞા બાધ કરવામાં આવશે.
અંતે આભારવિધિ નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક બી.કે. કનુભાઈ પટેલે કરી સર્વેનો હૃદયપૂર્વક આભાર માન્યો અને જણાવ્યું કે “તમાકુના ખેતરને વાડ હોતી નથી, કારણ કે તેને પશુઓ પણ ખાતા નથી” આવા ઈશારાને દરેકે સમજવાની જરૂર છે. તેમણે અભિયાનની સફળતા માટે સૌને સાથ-સહકાર આપવા અનુરોધ કર્યો.
આ કાર્યક્રમમાં બ્રહ્મકુમારીઝ પરિવારના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન બી.કે. ઈલાબેને કર્યું હતું. બી.કે. રાકેશભાઈએ વિડિયો અને ફોટોગ્રાફીની સેવા અત્યંત સુંદર રીતે પૂરી પાડી હતી.
