પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર જિલ્લા અને સમગ્ર આદિવાસી સમાજ માટે એક ઐતિહાસિક અને અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ કહી શકાય તેવી સક્સેસ સ્ટોરી તેમના નજીકના મિત્ર વાલસિંહભાઈ રાઠવા દ્વારા પ્રાપ્ત થઇ છે એવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નાનકડા ગામ અમલવાંટ ના વતની અને આદિવાસી રાઠવા સમાજના તેજસ્વી રત્ન મહેન્દ્રસિંહ રાઠવા નોમિનેટ થયા બાદ તાજેતરમાં ૨૪ જુલાઈ, ૨૦૨૬ ના રોજ સરકાર દ્વારા ભારતીય વન સેવા — આઇએફએસ અધિકારી તરીકે પોસ્ટિંગ થયા છે. આ સર્વોચ્ચ સિદ્ધિ મેળવનારા તેઓ છોટાઉદેપુર જિલ્લા તેમજ આદિવાસી રાઠવા સમાજના સૌપ્રથમ વ્યક્તિ બન્યા છે. IFS કેડરમાં નોમિનેટ થતાં જ સરકાર દ્વારા તેમની પ્રથમ નિયુક્તિ વડોદરા ખાતે કરવામાં આવી છે, જે સમગ્ર મધ્ય ગુજરાત માટે આનંદના સમાચાર છે.
મહેન્દ્રસિંહ રાઠવા પિતાના પગલે ભવ્ય સફળતા તરફ આગળ વધ્યા
મહેન્દ્રસિંહ રાઠવાના પિતાશ્રી રાયસિંહ રાઠવા વન વિભાગમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) તરીકે લાંબી અને પ્રશંસનીય સેવાઓ આપીને નિવૃત્ત થયા છે. પિતાના વન સંરક્ષણ અને દેશસેવાના આ જ વારસાને આગળ ધપાવતા અને તેમની પ્રેરણાથી જ પુત્રએ હવે સીધા દેશની સર્વોચ્ચ કેડર (IFS) માં સ્થાન મેળવીને પિતા, પરિવાર અને સમગ્ર રાઠવા સમાજનું નામ દેશભરમાં રોશન કર્યું છે.
નિરમા ઇન્સ્ટિટ્યૂટથી લઈને IFS સુધીની પ્રેરણાદાયી સફર
તેમની શૈક્ષણિક અને વ્યવસાયિક સફર અત્યંત તેજસ્વી અને નવી પેઢી માટે માર્ગદર્શક રહી છે,ઉચ્ચ શિક્ષણ તેમણે ગુજરાતની પ્રતિષ્ઠિત નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતેથી બી.ઈ. ઇલેક્ટ્રિકલ (B.E. Electrical) ની ઉચ્ચ પદવી મેળવી હતું,
અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે PGVCL માં જુનિયર એન્જિનિયર તરીકે કચ્છના રવાપર ખાતેથી પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ પ્રમોશન મેળવી તેઓ ભાવનગરના ધોળા જંક્શન ખાતે ડેપ્યુટી એન્જિનિયર તરીકે સતત ૪ વર્ષ સુધી કાર્યરત રહ્યા હતા. વહીવટી અનુભવ વધારતા તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર (વર્ગ-૨) તરીકે પણ સફળતાપૂર્વક ફરજ બજાવી હતી.
મોટાભાઈ કિશોરસિંહ રાઠવા અને મિત્રોની પ્રેરણાથી,GPSC-UPSC ની સખત તૈયારીઓ અને સિવિલ સર્વિસમાં પ્રવેશ
મોટાભાઈ કિશોરભાઈ રાઠવાનો બહુ મોટો અને પ્રશંસનીય ફાળો રહ્યો છે. ગાંધીનગર સચિવાલયમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ જેવા મહત્વપૂર્ણ વિભાગમાં નાયબ સચિવ (Deputy Secretary) તરીકે ફરજ બજાવતા હોવાની સાથે, તેઓ તમારા માટે એક ઉત્તમ માર્ગદર્શક પણ સાબિત થયા છે.સચિવાલયના ઉચ્ચ વહીવટી પદ પર હોવાને કારણે તેમની પાસે બહોળો અનુભવ અને યોગ્ય દિશા સૂચવવાની ક્ષમતા છે, જેનો લાભ મને મારી કારકિર્દી ઘડવામાં મળ્યો છે, કે જેઓએ પણ UPSC માં ૪ વખત ઇન્ટરવ્યૂ સુધી પહોચ્યા હતા અને તૈયારી કરતા મિત્રો ની પ્રેરણાથી,તેમણે સિવિલ સર્વિસમાં જઈ દેશસેવા કરવાના ધ્યેય સાથે GPSC અને UPSC ની સખત તૈયારીઓ શરૂ કરી હતી.જેના પરિણામ સ્વરૂપ ACF તરીકે પસંદગી બાદ,દહેરાદૂન ખાતે તાલીમ અને ACF તરીકે નિયુક્તિ ક્લાસ-૨ અધિકારી તરીકે પસંદગી પામ્યા બાદ તેમણે વર્ષ ૨૦૧૬-૧૮ માં દેશની પ્રતિષ્ઠિત સંસ્થા દહેરાદૂન ખાતે ACF (Assistant Conservator of Forests) ની સઘન તાલીમ લીધી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૮ માં સુરતડિવિઝન માં તેઓ માંડવી ACF તરીકે નિયુક્ત થયા હતા. વર્ષ ૨૦૨૨ માં વલસાડમાં ACF થી DCF તરીકે પ્રમોશન મેળવી,ગાંધીનગર ખાતે પોસ્ટિંગ થયું હતું અને હવે IFS કેડર: વન વિભાગમાં તેમની ઉત્કૃષ્ટ સેવાઓને ધ્યાને રાખીને વર્ષ ૨૦૨૨ થી તેઓ DCF (Deputy Conservator of Forests) તરીકે નિયુક્ત થઈને ફરજ બજાવી રહ્યા હતા. હવે તેમની આ જ વહીવટી કુશળતા અને મહેનતના પરિણામે કેન્દ્ર સરકાર દ્વારા તેમને દેશની સર્વોચ્ચ IFS કેડરમાં નોમિનેટ કરવામાં આવ્યા છે અને વડોદરા ખાતે તેમની પ્રથમ સત્તાવાર પોસ્ટિંગ થઈ ચૂકી છે.
છોટાઉદેપુર જિલ્લા અને આદિવાસી સમાજ માટે ગૌરવ વંતી પળ- ઠેરઠેર થી શુભેચ્છાઓ નો ધોધ
છોટાઉદેપુર અને કવાંટ જેવા આદિવાસી બહુલ વિસ્તારના એક નાના ગામમાંથી નીકળીને, જુનિયર એન્જિનિયર થી લઈને સખત મહેનત ના બળે દેશની સર્વોચ્ચ સેવા સુધી પહોંચવાની તેમની આ સફર ગુજરાતના લાખો આદિવાસી યુવાનો માટે પ્રેરણાનો અમર સ્ત્રોત બનશે. મહેન્દ્રસિંહ રાઠવાની આ અદ્ભુત અને ઐતિહાસિક સિદ્ધિમાં તેમના પિતા રાયસિંહ રાઠવા,માતા શકુંતલા બેનનું ,ભાઈ-બહેન અને પત્નીનું અને મિત્રોનું અમૂલ્ય યોગદાન રહ્યું છે આ સિદ્ધિ બદલ પરિવારજનો સાથે સમગ્ર છોટાઉદેપુર-વડોદરા જિલ્લાના નાગરિકો, રાજકીય-સામાજિક અગ્રણીઓ તરફથી તેમને ખૂબ-ખૂબ અભિનંદન અને ભવિષ્યની સફર માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.
