(ગોધરા)
મહીસાગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મા નોંધાયેલા ગુના મા આરોપી તરીકે સંતરામપુર સબ જેલ મા કેદ રહેલા..
ગોધરા ના સાંપા ગામ ના ધી નવજીવન માધ્યમીક સ્કૂલ ના આચાર્ય વિક્રમસિંહ પરમાર ની રેગ્યુલર જામીન અરજી ના•મંજૂર કરાતા પંચમહાલ ના શૈક્ષણીક આલમ અને મહીસાગર ભા.જ.પ. મા ભૂકંપ નો ખડભડાટ..!!
આચાર્ય વિક્રમસિંહ પરમારે શ્રી મહાલક્ષ્મી એન્ટરપ્રાઈઝ નુ બેંક ખાતુ ખોલાવી ને સાયબર ગઠીયાઓ ને ૨૫% ના કમીશન થી ભાડે આપ્યુ હતુ…
— મહીસાગર ભા.જ.પ.નો અગ્રણી હસ્તો ચહેરો વિક્રમસિંહ પરમાર સાયબર ફ્રોડ ના લાખ્ખો રૂપિયા ની હેરાફેરીઓ માટે “કમીશન એજન્ટ” તરીકે ઝડપાતા સૌ•કોઈ સ્તબ્ધ…
મહીસાગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મા નોંધાયેલા એક ગુના મા સાયબર ક્રાઇમ પોલીસ દવારા ગોધરા ની ભાગ્યલક્ષ્મી સોસાયટી મા રહેતા અને સાંપા ગામ ની ધી નવજીવન માધ્યમીક સ્કૂલ ના આચાર્ય વિક્રમસિંહ ભવાનસિંહ પરમાર ની સાયબર ગઠીયા ઓ ના સાયબર ફ્રોડ ના નાણા ને સગેવગે કરવા માટે ૨૫% ના કમીશન થી બેંક ખાતુ ભાડે આપવાના ગુના મા આરોપી તરીકે તા.૮‘ જૂન ના રોજ ધરપકડ કરી ને ૩ દિવસો ના પોલીસ રીમાન્ડ પૂર્ણ થયા બાદ આ સાંપા ગામ ના આ હાઈસ્કૂલ ના આચાર્ય વિક્રમસિંહ ભવાનસિંહ પરમાર ને સંતરામપુર સબ જેલ ના હવાલે કરાયા હતા. મહીસાગર સાયબર ક્રાઇમ પોલીસ તંત્ર ની આ અસાધારણ જેવી સખ્ત કાયદેસર કાર્યવાહીઓ ની તપાસો થી લગભગ પ્રજાજનો અજ્ઞાન હતા.પરંતુ સંતરામપુર સબ જેલ મા સાયબર ફ્રોડ ના ગુના મા કેદ રહેલા અરજદાર આરોપી વિક્રમસિંહ ભવાનસિંહ પરમાર દવારા લુણાવાડા સેશન્સ અદાલત સમક્ષ વધુ એક વખત રેગ્યુલર જામીન અરજી મૂકી હતી. આ સંદર્ભમાં મહીસાગર ના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી એમ.એન.ગડકરી સમક્ષ હાથ ધરાયેલ કાયદાકીય દલીલો મા અરજદાર દવારા પોતાની સાથે ઠગાઈ કરાઈ હોવાની અને સામે ચાલી ને તપાસો માટે અરજીઓ કરી હોવાની બચાવનામાઓ ની અપીલો અને જિલ્લા સરકારી વકીલ એસ.આર. ડામોર દવારા અરજદાર આરોપી એ સાયબર ફ્રોડ ના નાણા ની હેરાફેરી કરવા માટે ૨૫% ના કમીશન થી સાયબર ગઠીયાઓ ને શ્રી મહાલક્ષ્મી એન્ટરપ્રાઈઝ નુ એક્સીસ બેંક મા નવુ બેંક ખાતુ ખોલાવી ને સાયબર ગઠીયાઓ ને ભાડે આપ્યુ હોવાની જામીન અરજી નો વિરોધ કરતી અસરકારક દલીલો ના અંતે અદાલત દવારા આરોપી અરજદાર વિક્રમસિંહ ભવાનસિંહ પરમાર ની રેગ્યુલર જામીન અરજી ને ના•મંજૂર કરતો આદેશ ફરમાવ્યો હતો.ત્યારે ગોધરા તાલુકા ના સાંપા ધી નવજીવન માધ્યમીક સ્કૂલ ના આચાર્ય વિક્રમસિંહ ભવાનસિંહ પરમાર ના પરાક્રમો ની ખબરો પંચમહાલ ના શૈક્ષણીક જગત મા ઝડપભેર તો પ્રસરી પરંતુ આ ખબરો થી મહીસાગર ભા.જ.પ.મા પણ ભૂકંપ સમાન સાબિત થવા પામી છે.એટલા માટે કે સાયબર ગઠીયાઓ ને બેંક ખાતુ ભાડે આપી ને ૨૫% ના કમીશન થી સાયબર ફ્રોડ ના ગુનાઓ મા ભાગીદાર બનેલા સાંપા હાઈસ્કૂલ ના આચાર્ય વિક્રમસિંહ ભવાનસિંહ પરમાર એ મહીસાગર ભા.જ.પ.ના અગ્રણી હસ્તો ચહેરો કહેવાય છે.
ગોધરા મા રહેતા અને સાંપા ગામ ની ધી નવજીવન માધ્યમીક સ્કૂલ ના આચાર્ય વિક્રમસિંહ ભવાનસિંહ પરમાર ની મહીસાગર સાયબર ક્રાઇમ પોલીસ દવારા આરોપી તરીકે ધરપકડ કરવામા આવી હતી. એમા અમદાવાદ અને રાજકોટ થી આવેલા બે સાયબર ગઠીયાઓ રાજેશ સોની અને લક્ષ્મણ કુમાવત સાથે આચાર્ય વિક્રમસિંહ પરમાર ને શાળા ને અમો શૈક્ષણીક ડોનેશન આપીશુ એમા ૨૫% ની રકમ જમા રાખી ને બાકી ના ૭૫% રોકડા પરત કરવાના સોદાઓ ની વાતો થઈ હતી. એમા આચાર્ય વિક્રમસિંહ પરમારે ૨૫% કમીશન ની લાલચો મા આવી જઈ ને ગોધરા ની શ્રી મહાલક્ષ્મી એન્ટરપ્રાઈઝ વાર્ષિક ૬૦ કરોડ નુ ટર્ન ઓવર ધરાવતી પેઢી ના નામ નુ ગોધરા ની એક્સીસ બેંક નુ એકપણ રૂપિયો જમા કરાવ્યા વગર બેંક ખાતુ ખોલાવી ને કીટ અને લીંક મોબાઈલ નંબર નુ સીમકાર્ડ રાજેશ સોની ને આપ્યુ હતુ.આ બેંક ખાતા મા એક જ મહીના મા ૮૨.૯૫ લાખ અને ૧.૩૬ કરોડ ઉપરાંત ના નાણાંકીય ટ્રાન્જેક્શનો દેશ ના અન્ય રાજ્યો માંથી ૨૭ જેટલા સ્થળો એ થી સાયબર ફ્રોડ ના નામે કરાયા હોવાનુ બહાર આવ્યુ હતુ. એમા આચાર્ય પોતે અમદાવાદ ના થતલેજ એક્સીસ બેંક મા જઈ ને ૨૫% ના કમીશન પેટે ૧.૨૮ લાખ અને ૨.૨૫ લાખ રૂપિયા સેલ્ફ થી ઉપાડી ને પરત તો ભલે આવ્યા પરંતુ મહીસાગર સાયબર ક્રાઇમ પોલીસ તંત્ર ની રડાર ની નજરો મા આવી જતા આ ચોંકાવનારા કાંડ નો પર્દાફાશ થયો હતો.જો કે આ કાંડ મા હજુ અનેકગણી ચોંકાવનારી વિગતો બાકી છે આ ક્રમશઃ હવે બહાર આવશે.!!
