વડોદરા,
શેરબજારમાં ટ્રેડિંગ અને ત્યારબાદ IPOમાં રોકાણ કરવાના અલગ-અલગ બહાના બતાવીને ફરિયાદી પાસેથી તબક્કાવાર વિવિધ બેંક ખાતાઓમાં કુલ ₹1.57 કરોડના કૌભાંડ મામલે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસે એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ,આ સમગ્ર કૌભાંડમાંશેરબજાર અને IPOમાં રોકાણ કરીને વધુ નફો મેળવવાની લાલચ આપવામાં આવતી હતી. 8 ફેબ્રુઆરી 2026થી 21 એપ્રિલ 2026 દરમિયાન આરોપીઓએફરિયાદીનો સંપર્ક કરીને ઓનલાઈનરોકાણની વાત કરી હતી. શરૂઆતમાં SEBI રજિસ્ટર્ડ માર્કેટસિક્યોરિટીઝલિમિટેડના નામે સ્ક્રીનશોટબતાવીને વિશ્વાસ જીતવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીને’વોલસ્ટ્રીટધમાD9 ગ્રુપ’ નામના WhatsApp ગ્રુપમાંજોડવામાં આવ્યા હતા. ગ્રુપનાએડમિન દ્વારા ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવા માટે લિંક મોકલવામાં આવી હતી. એટલું જ નહીં, શાર્ક ક્લબ D9ના એડમિન અને ACP ગોડસે તરીકે ઓળખ આપીને પણ ફરિયાદીનો વિશ્વાસ જીતવામાં આવ્યો હતો.
શેરમાર્કેટમાંટ્રેડિંગ, રોકાણ અને ત્યારબાદ IPOમાં રોકાણ કરવાના અલગ-અલગ બહાના બતાવીને ફરિયાદી પાસેથી તબક્કાવાર વિવિધ બેંક ખાતાઓમાં કુલ ₹1.57 કરોડ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. જોકે, આ નાણાં પરત ન મળતાં છેતરપિંડીનો ભોગ બન્યાની જાણ થઈ હતી અને મામલો સાયબર ક્રાઇમ પોલીસ સુધી પહોંચ્યો હતો.
પોલીસ તપાસમાં ચાર આરોપીઓની ભૂમિકા પણ સામે આવી છે. સુબોધ ઉર્ફે રાજુ શર્મા અન્ય સાગરીતોનેસિમકાર્ડસપ્લાય કરતો હતો. કરણ ભાષાણી ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ WhatsApp એક્ટિવેશન માટેના OTP મેળવતો હતો. આયાનકુમાર પંચાલ બાયનાન્સ ટ્રસ્ટ વોલેટ મારફતે USDTમાં નાણાં મેળવતો અને ત્યારબાદ અન્ય સાગરીતોનેપહોંચાડતો હતો. જ્યારે સર્વેશ ઉર્ફે ગનુપાટીલWhatsApp એક્ટિવેશન માટેના OTP અન્ય સાગરીતોનેસપ્લાય કરતો હતો. આ કામગીરીના બદલામાં કમિશન મેળવવામાં આવતું હતું.
આ નેટવર્કમાં સૌથી ચોંકાવનારી કડી 359 જેટલા સિમકાર્ડની છે. આરોપીઓએ આ સિમકાર્ડ પર WhatsApp એક્ટિવેટ કરવા માટે OTP મેળવ્યા હતા. પોલીસ તપાસમાં આ OTPનો ઉપયોગ હોંગકોંગ (ચીન), મલેશિયા અને અમેરિકામાંથી થતો હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે સિમકાર્ડ અને OTPની વ્યવસ્થા એક સ્થળે થતી હતી, જ્યારે તેનો ઉપયોગ અન્ય દેશોમાંથી થતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
તેમજ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ મોટા પ્રમાણમાં સિમકાર્ડ સાથેજોડાયેલીદેશનાં અલગ-અલગ રાજ્યોની87 ફરિયાદો પણ તપાસમાં સામે આવી છે. આ ફરિયાદોમાં₹33 કરોડથી વધુની છેતરપિંડી નોંધાયેલી છે. આ આંકડો સમગ્ર નેટવર્કની ગંભીરતા દર્શાવે છે. જોકે, આ તમામ ફરિયાદોમાં કોની કેટલી ચોક્કસ ભૂમિકા હતી અને દરેક ગુનામાં કઈ રીતે નાણાંની હેરફેર થઈ હતી તે અંગે વધુ તપાસ જરૂરી છે.
વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ તપાસ અને હ્યુમન સોર્સની મદદથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની ઓળખ સુબોધ ઉર્ફે રાજુ શર્મા, કરણ ભાષાણી, આયાનકુમાર પંચાલ અને સર્વેશ ઉર્ફે ગનુપાટીલ તરીકે થઈ છે. આરોપીઓનાઅગાઉનાગુનાહિતઇતિહાસનીતપાસમાં કરણ ભાષાણી સામે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં બે મ્યુલહન્ટ સંબંધિત ગુનાઓનોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે કરણ, આયાન અને સુબોધનાં નામ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાંનોંધાયેલા એક અન્ય ગુનામાં પણ દર્શાવવામાં આવ્યા છે.
સાયબર છેતરપિંડીની આ પદ્ધતિમાં સોશિયલમીડિયા પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. Facebook, Instagram, WhatsApp, Telegram અને YouTube પર શેરબજારના નામે લોભામણીજાહેરાતો મૂકવામાં આવે છે. જાહેરાત પર ક્લિક કરનાર લોકોને શેરબજારની ટિપ્સ આપતા WhatsApp કે Telegram ગ્રુપમાંજોડવામાં આવે છે. ત્યારબાદ એપ્લિકેશન અથવા લિંક મારફતે ટ્રેડિંગએકાઉન્ટમાં નફો થતો હોવાનું બતાવવામાં આવે છે. શરૂઆતમાં મોટો નફો દેખાડીને વિશ્વાસ જીતવામાં આવે છે અને પછી વધુ રોકાણ કરાવવાના બહાને નાણાં પડાવવામાં આવે છે. જ્યારે રોકાણકાર પોતાની રકમ પરત મેળવવા સંપર્ક કરે છે, ત્યારે જવાબ મળતો નથી.
એક વ્યક્તિ સાથે થયેલી ₹1.57 કરોડનીછેતરપિંડીનીતપાસમાં359 સિમકાર્ડ, 87 ફરિયાદો અને ₹33.04 કરોડથી વધુનીનોંધાયેલીછેતરપિંડીનુંકનેક્શન સામે આવતાં સાયબર ગુનાની ગંભીરતા ફરી એકવાર સ્પષ્ટ થઈ છે. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ચાર આરોપીઓને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
