અવધ એક્સપ્રેસ | સાવલી
સાવલીના ગુતરડી ગામે ગટરનાં કામમાં ગેરરીતિ નો આક્ષેપ કરી ને ગટર ના નામે ઉપાડેલા નાણાં ના બિલો અને વાઉચરો ગામના જાગૃત નાગરિક દ્વારા જાહેર કરતા ભારે ચર્ચા જાગી છે
સાવલી તાલુકાના ગુતરડી ગામે ગટરલાઇનના કામમાં વર્ષ 2023 અને 2024ની ગ્રાન્ટમાંથી ગટર બનાવવાની કામગીરી હાથ ધરવાની હતી. તેમાં નાણા ની ઉચાપત થઈ હોય તેવા આક્ષેપો ગામના જાગૃત નાગરિકે લગાવ્યા છે આ કામગીરી પરમાર મંગળભાઈના ઘરેથી પરમાર પ્રવીણભાઈના ઘર સુધી કરવાની હોવાનું જણાવાયું છે.

મહેન્દ્ર સિંહ પરમાર નામના જાગૃત નાગરિક ના આક્ષેપ મુજબ, નિર્ધારિત સ્થળે આશરે 400થી 500 ફૂટ જેટલી ગટર બનાવવામાં આવી નથી, તેમ છતાં સમગ્ર કામના નાણાં અને બિલની ચૂકવણી થઈ ગઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વધુમાં, જ્યાં ગટર બનાવવાની હતી તે સ્થળને બદલે અન્ય જગ્યાએ આશરે 400 ફૂટ ગટર બનાવવામાં આવી હોવાનો પણ આક્ષેપ કર્યો છે અને ગટરલાઇનની કામગીરી અધૂરી રહેતાં ગટર ની સુવિધા થી વંચિત રહી ને હાલાકી ભોગવવી પડી રહી હોવાનો આક્ષેપ કર્યો છે આ પરિસ્થિતિને પગલે ગ્રાન્ટમાંથી થયેલી કામગીરી, સ્થળ પરના વાસ્તવિક બાંધકામ અને ચૂકવાયેલા બિલ અંગે સવાલો ઊભા થયા છે.
નિર્ધારિત સ્થળે ગટર બનાવવામાં આવી ન હોય તો સંપૂર્ણ બિલની ચૂકવણી કયા આધારે કરવામાં આવી? શું સંબંધિત તંત્ર દ્વારા કામની સ્થળ તપાસ અને બિલોની ચકાસણી કરવામાં આવશે?

ગુતરડી ગામના આ મામલે સંબંધિત ગ્રામ પંચાયત અને જવાબદાર તંત્ર દ્વારા તપાસ હાથ ધરી વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવે તથા અધૂરી ગટરલાઇનનું કામ પૂર્ણ કરી અસરગ્રસ્ત પરિવારોને રાહત આપવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે. અને ગટર લાઇન માં હયગય ના આક્ષેપો ની નિષ્પક્ષ તપાસ થાય તો વાસ્તવિક ચિત્ર બહાર આવે તેમ છે આમ તાલુકામાં એક પછી એક વિવિધ ગામોમાં ભ્રષ્ટાચારના દાખલા સામે આવતા ગુડ ગવર્નન્સના નામે મીંડું હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે અને અધિકારીઓ બેફામપણે સરકારી યોજનામાં નાણાની ઉચાપત કરતા હોય તેવી ચર્ચા એ જોર પકડ્યું છે
