હરિરાયજીમહાપ્રભુજીનો 436 મો પ્રાગટ્યમહોત્સવ ઉજવાયો

સાવલીના હરિરાયજી મહાપ્રભુજીના બેઠકમંદિર ખાતે હરિરાજીમહાપ્રભુજીનો 436મો ભવ્યપ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો

વૈષ્ણવ સમાજના પુષ્ટિસંપ્રદાયના 5,માં વંશજ હરિરાયજીમહાપ્રભુજી ની ભારતમાં ઐતિહાસિક બેઠકો આવેલીછે તેમાં વ્રજ સહિત રાજસ્થાનમાં 4 અને ગુજરાતમાં 3 તે પૈકી એક બેઠક મંદિર વડોદરાજિલ્લાના સાવલી મૂવાલ રોડપર આવેલછે જ્યાં ભાદરવા વદ પાચમ ગુરુવારે દ્વિતીય પીઠાધીશ કલ્યાણરાયજી મહારાજ ઇન્દોર નાથદ્વારા તેમજ વૈષ્ણવઆચાર્ય દ્વિતીય પીઠાધીશ યુવરાજ હરિરાયજી સહ પરિવાર સહભાગી થઈ તેવોના સાનિધ્યમાં મહાપ્રભુશ્રી હરિરાજીનો 436માં પ્રાગટયદીન ની ભવ્ય ઉજવણી કરાઈ જેમાં પ્રથમ કેસર સ્નાન નંદમહોત્સવ, વચનામૃત, ગિરિરાયજી પૂજા આરતી અને મહાપ્રસાદી નું આયોજન કરાયું હતું આ પ્રસંગે સાવલી વડોદરા સહિત ગુજરાતના અને ઇન્દોર નાથદ્વારાના અસંખ્ય ભક્તો સહભાગી થયાંહતાં

