અમદાવાદ,
થોડા દિવસ અગાઉ ભાવનગરમાં થયેલા નકલી દારૂકાંડની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગ વધુ સતર્કતાથી કામ કરી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરના એક વિસ્તારમાંથી ગેરકાયદેસર દારૂના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે.
શહેર પોલીસના ઝોન-5 LCB અને કૃષ્ણનગર પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી કરીને એક મકાનમાં ચાલતી દારૂની મિની ફેક્ટરી ઝડપી પાડી છે. આ ઓપરેશન દરમિયાન ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને મુખ્ય આરોપી બુટલેગરહેમલ ઉર્ફે હેમુ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય ત્રણ વોન્ટેડઆરોપીઓની શોધખોળ ચાલુ છે.
ઠક્કરનગર પાસે આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં હરિઓમસાયકલની સામે આવેલી એક ગલીના બીજા માળે ગેરકાયદેસર દારૂનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે તેવી પોલીસ વિભાને બાતમી મળી હતી. તેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ખુલાસો થયો કે, ચાર બુટલેગરો છેલ્લા લગભગ બે મહિનાથી આ મકાન ભાડે રાખીને દારૂની આ મિની ફેક્ટરી ચલાવી રહ્યા હતા. તેમની મોડસઓપરેન્ડી એવી હતી કે, તેઓ સસ્તા અને હલકી ગુણવત્તાવાળા દારૂને મોંઘી અને જાણીતી વિદેશી બ્રાન્ડની દારૂની બોટલોમાંભરતા હતા. ત્યારબાદ આ નકલી પ્રીમિયમ દારૂને બજારમાં ઊંચા ભાવે વેચીને ગ્રાહકોને છેતરતા હતા.
પોલીસ દ્વારા રેડ દરમિયાન ઝડપાયેલામુદ્દામાલમાં વિવિધ બ્રાન્ડનાદારૂનાસ્ટીકરો, મોટી સંખ્યામાં ખાલી દારૂની બોટલો, બોટલો ભરવા માટેના સાધનો અને તૈયાર કરાયેલો નકલી દારૂનો જથ્થો સામેલ છે. પોલીસે કુલ ₹1,40,000ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કેસમાં પકડાયેલા આરોપી હેમલ ઉર્ફે હેમુ વાઘેલા પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ મામલે પોલીસની ટીમો દ્વારા કરવામાં આવેલતપાસમાંજાણવા મળ્યું હતું કે,આ ગેરકાયદેસર રીતે ચાલતા દારૂનારેકેટમાંહેમલ ઉર્ફે હેમુ વાઘેલા ઉપરાંત ભરત ઉર્ફે ભરતોસોલંકી, વિજય સોલંકી અને સુનિલસોલંકી ઉર્ફે બાવરી નામના અન્ય ત્રણ બુટલેગરો પણ સંડોવાયેલા છે. આ ત્રણેય આરોપીઓ હાલ ફરાર છે અને પોલીસે તેમને ઝડપી પાડવા માટે જુદી જુદીટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે. આ બુટલેગરો કયા કયા વિસ્તારોમાં અને કયા કયા ગ્રાહકોને આ નકલી દારૂ સપ્લાય કરતા હતા તે અંગે પણ તપાસ ચાલી રહી છે.