જૂનાગઢ,
પ્રતિબંધીત અને ગેરકાયદેસર રીતે નશાના કાળા કારોબાર સાથે સંકળાયેલા લોકો પર જુનાગઢ પોલીસે ફરીવાર કડક એક્શન લીધી છે જેમાં,એ ડિવિઝન વિસ્તારમાં નોંધાયેલા માદક પદાર્થના વેચાણ અને હેરાફેરી માટે રીયાઝ અને ધવલ નામના આરોપીનીટકાયત કરવામાં આવી છે.
તો બીજી તરફ સુરતના ત્રણ ઇસમોવિસાવદરમાં ગાંજો લાવીને વેચાણ કરવાની ફિરાકમાં હતા, આ ત્રણેય આરોપીનેજુનાગઢ રેન્જ આઇ.જી પોલીસે 1,14,490 ના મુદ્દા માલ સાથે પકડી પાડયા છે.
ત્રણ દિવસ પહેલા જૂનાગઢમાંથી માદક પદાર્થની હેરાફેરી માટે આવેલા બે આરોપીની પોલીસે અટકાયત કરી હતી, જેમાં બે દિવસ બાદ વધુ બે આરોપી અને રવિવારે વધુ બે આરોપીને પોલીસે અટકાયત કરી છે. ગઈકાલે પોલીસે જે આરોપીઓનેઝડપ્યા તે બંને રિયાઝ અને ધવલ બંને આરોપી મૂળ જૂનાગઢના હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ માદક પદાર્થની હેરાફેરીમાં નામ ખુલતા તેઓ પોલીસ ચોપડે ફરાર હતા, જેમાં રિયાઝનીકેશોદ નજીકના બાલાગામ અને ધવલનીજૂનાગઢનાઝાંઝરડા રોડ વિસ્તાર પરથી અટકાયત કરવામાં આવી હતી.

રેન્જ આઇ.જી પોલીસની ટીમે પણ રવિવારે વિસાવદર માંથી વનસ્પતિજન્યગાંજા સાથે ત્રણ આરોપીને પકડી પાડ્યા હતાં. પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે ત્રણેય ઈસમો સુરત થી વનસ્પતિ જન્ય ગાંજો લાવીનેવિસાવદરના બસ સ્ટેન્ડ નજીક વેચવા આવનાર છે, તેવી પાકી બાતમીને આધારે પોલીસે કાર્યવાહી કરતા ત્રણેય આરોપી પાસેથી 1,14,490 રૂપિયાની કિંમતનો વનસ્પતિ જન્ય ગાંજો મળી આવતા પોલીસે ત્રણેયની અટકાયત કરી હતી.
