અવધ એક્સપ્રેસ | અમદાવાદ,
શહેરનાઈસનપુર વિસ્તારમાંથી એક ખુબજ ચોંકાવનારી અને આઘાતજનક ઘટના બનવા પામી હતી જેમાં, વિસ્તારની સરદાર પટેલ સ્કૂલની પાછળ આવેલા તીર્થભૂમિએપાર્ટમેન્ટનાકમ્પાઉન્ડમાં21 વર્ષીય જીગરશૈલેષભાઈસોલંકી નામના યુવક પર અજાણ્યાઈસમેનિર્દયતાપૂર્વક હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. મૂળ પોતાના મામા સાથે રહીને સિલ્વર ઓક યુનિવર્સિટીમાંબી.વોકફાઈનાન્સનો અભ્યાસ કરતો જીગર ઘટનાની રાત્રે પોતાની હોન્ડાએક્સ્ટ્રીમમોટરસાયકલ લઈને મિત્રને મળવા જવું છે તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો.
આ ઘટનાની રાત્રે આશરે 9:15 થી 10:30 વાગ્યાનાસમયગાળા દરમિયાન જીગરતીર્થભૂમિએપાર્ટમેન્ટમાંથી ગંભીર ઈજાગ્રસ્તહાલતમાં મળી આવ્યો હતો. તેના ખભા, હાથ, ગાલ, થાપા સહિત શરીરના અલગ-અલગ ભાગો પર માર માર્યાના ગંભીર નિશાનો હતા. સ્થાનિકો અને પરિજનો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર અર્થે એલજી (LG) હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટના અંગે ફરિયાદીનાનિવેદનના આધારે ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ હેઠળ હત્યાનો ગુનો નોંધી સમગ્ર ઘટનામાં ઉંડાણપૂર્વક તપાસ ચાલુ કરી છે.
