છોટે કાંકરોલી ગણાતા હાલોલ ખાતે દિવ્ય ફાઉન્ડેશનના સંયોજક અને યુવાનોના સાચા પથ દર્શક કાંકરોલી યુવરાજ પૂજ્ય વેદાંત કુમાર મહોદય શ્રી નું રંગે ચંગે સ્વાગત કરાયું. પૂજ્ય શ્રી ના કર કમલો દ્વારા શ્રી છગન મગનલાલ મંદિરમાં મચકીના હિંડોળે અને દ્વારકાધીશ હવેલીમાં સજાવટ કરેલ શાકભાજીના હિંડોળે શ્રીજી તારો હિંડોળો ઝાકમજોડ, જુલે જુલાવી પ્રભુને લાડ લડાવી પૂ. શ્રી ના કર કમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી કીર્તનકારોએ પણ કીતનોની ભારે રમઝટ જમાવીને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તિ માં વૈષ્ણવો ગળાડૂબ બન્યા. એટલું જ નહીં પુષ્ટિમાર્ગના પ્રાગટ્ય દિવસ અંતર્ગત પોતાના પ્રિયતમ ગુરુને ઘેર બેઠે ગંગા એમ રૂબરૂમાં પધારેલ પૂજ્ય શ્રી વેદાંત કુમાર બહોત જય શ્રી ને હાથો હાથ પવિત્ર અંગીકાર કરવા વૈષ્ણવોની કતારો જામી હતી .પૂજ્ય શ્રી એ પવિત્ર અંગીકાર કરી શુભ આશીર્વાદ પાઠવ્યા હતા.
Add A Comment
