પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકેએ આજે વરિષ્ઠ મંડળ અધિકારીઓ સાથે આણંદ અને કરચિયા યાર્ડનું વ્યાપક સંરક્ષા નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન તેમણે બંને યાર્ડમાં રેલ પરિચાલન સાથે સંબંધિત વિવિધ સંરક્ષા વ્યવસ્થાઓ તથા પરિચાલન પ્રક્રિયાઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કરી.તેમણે પ્રતાપનગર–કરચિયા–આણંદ–ખંભાત રેલખંડનું વિન્ડો ટ્રેનિંગ નિરીક્ષણ તેમજ ખંભાત સ્ટેશનનું પણ નિરીક્ષણ કર્યું.
પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેના દ્વારા જારી કરવામાં આવેલી એક પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર, કરચિયા યાર્ડના નિરીક્ષણ દરમિયાન મંડળ રેલ પ્રબંધકે ખાસ કરીને માલગાડીઓના સુરક્ષિત સંચાલન સાથે સંકળાયેલા વિવિધ પાસાઓની સમીક્ષા કરી. તેમણે યાર્ડમાં ઉપલબ્ધ સુરક્ષા વ્યવસ્થાઓ તથા સંચાલન પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરતાં સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યો કે તમામ નિર્ધારિત સુરક્ષા પ્રોટોકોલનું કડકપણે પાલન સુનિશ્ચિત કરવામાં આવે.
ત્યારબાદ આણંદ યાર્ડના નિરીક્ષણ દરમિયાન ભડકેએ સિગ્નલિંગ વ્યવસ્થાઓની સમીક્ષા કરી તથા સુરક્ષિત અને સુચારુ રેલ પરિચાલન સુનિશ્ચિત કરવા માટે વિવિધ ટ્રેક પરિમાણોનું નિરીક્ષણ કર્યું. તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી રેલ પરિચાલનમાં સુરક્ષા ધોરણોના અસરકારક અમલીકરણ અંગે માહિતી મેળવી અને જરૂરી માર્ગદર્શન આપ્યું. ભડકેએ અધિકારીઓને સૂચના આપી કે રેલ પરિચાલનમાં સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને સુરક્ષા સંબંધિત નિર્ધારિત નિયમો તથા પ્રક્રિયાઓના પાલનમાં કોઈપણ સ્તરે બેદરકારી ન દાખવવામાં આવે. તેમણે તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓને સતર્કતા સાથે કામગીરી કરતાં રેલ પરિચાલનમાં ઉચ્ચતમ સુરક્ષા ધોરણો જાળવી રાખવા માટે જરૂરી સૂચનાઓ આપી.
વડોદરા મંડળ દ્વારા મુસાફરો અને માલ પરિવહન માટે સુરક્ષિત, સુચારુ તથા કાર્યક્ષમ રેલ સેવાઓ સુનિશ્ચિત કરવા માટે યાર્ડ, સ્ટેશન તેમજ રેલવેની વિવિધ સંપત્તિઓનું નિયમિતપણે નિરીક્ષણ કરવામાં આવે છે.
Add A Comment
