સાવલી તાલુકામાં ઇસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસ ઇદે મિલાદુન નબી ના પર્વની મુસ્લિમ બિરાદરો એ ભારે ધામધૂમથી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી

સાવલી તાલુકાના ગોઠડા ટુંડાવ મંજુસર સાવલી શહેર વાંકાનેર ભાદરવા રાણીયા કરચિયા જેવા ગામોમાં મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસ ને ઈદે મીલાદના પર્વની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો નવા કપડા પહેરીને સવાર ના પ્રથમ પહોર માં પયગંબર સાહેબની જન્મ ઘડી નિમિત્તે વિશાળ કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી અને એક બીજાને મુબારકબાદ પાઠવી હતી ત્યારબાદ સલાતો સલામ સાથે અને દુઆએ ખાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભારે ધામધૂમથી ડીજેના તાલે જુલુસ કાઢવામાં આવ્યા હતા.ઇદે મિલાદ ના પર્વ નિમિતે તાલુકાના મુસ્લિમ ગામો માં મસ્જિદ ઘર શેરી ઓ ભારે રોશની થી શણગારવા માં આવી હતી અને આજ રોજ ભારે શ્રધ્ધા પૂર્વક જુલુસ કાઢવામાં આવ્યા હતા અને જુલુસ દરમિયાન ઠેર ઠેર પાણી મીઠાઈ કેક ચોકલેટ શરબત નું વિતરણ કરવામાં આવ્યું હતું ઠેર ઠેર ત્યારબાદ નીયાજે આમ નો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વિવિધ ઉલેમાંઓ દ્વારા કોમી એકતા ભાઈચારા અને દેશની અખંડિતતા માટે દુઆ ગુજારવામાં આવી હતી આમ સમગ્ર તાલુકો ઈદે મીલાદના પર્વની ઉજવણીમાં વ્યસ્ત જણાતો હતો અને ભારે શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદે મીલાદના પર્વની ઉજવણી સંપન્ન થઈ હતી
