હાલોલ તાલુકાના બિલિયાપુરા ગામે ગ્રામજનોને શુદ્ધ અને સ્વચ્છ પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી સન ફાર્મા દ્વારા નિર્મિત નવીન વોટર ATMનું લોકાર્પણ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.
બિલિયાપુરા ગામના ગ્રામજનો માટે લોકઉપયોગી સુવિધારૂપ આ વોટર ATM શરૂ થતાં ગામલોકોને શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ બનશે. સન ફાર્મા દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) વિભાગ હેઠળ ગ્રામ્ય વિસ્તારોની પાયાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ લોકકલ્યાણકારી કામગીરી કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારે સન ફાર્માના આ લોકહિતલક્ષી કાર્યની પ્રશંસા કરી હતી અને CSR વિભાગના પતિકભાઈ પંડ્યાને અભિનંદન પાઠવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પણ ગ્રામજનોને ઉપયોગી બને તેવી આ સુવિધા બદલ સન ફાર્માની કામગીરીને બિરદાવી હતી.
કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ, ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગામના અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
