સાવલી તાલુકાના વાંકાનેર ગામે પેવર બ્લોકની કામગીરી માટે ડિસેમ્બર માસમાં ઠરાવ કરીને નાણાપંચની ગ્રાન્ટ હળવાઇ ગઈ હોવા છતાંય કામગીરી ન કરતા ગામના જાગૃત નાગરિક દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ પંચાયત પર કરવામાં આવ્યા છે
સાવલીના વાંકાનેર ગામે જાગૃત નાગરિક સલીમ દિવાને સરપંચ વિરુદ્ધ ગંભીર આક્ષેપ લગાવીને સનસનાટી ફેલાવી દીધી છે અને કાદવ કીચડમાં અવરજવર કરતી અને ગંદકીના અને કીચડ વાળા રસ્તા નો વિડીયો વાયરલ કર્યો છે અને કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમણે કરેલ આક્ષેપ મુજબ

પેવર બ્લોક માટે ડિસેમ્બર માસમાં ઠરાવ કરી રૂ.૨ લાખ જેટલી ગ્રાન્ટ ફાળવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને ગ્રાન્ટ ની ફાળવણી બાદ ૭ મહિના સુધી કામ શરૂ ન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને તેના પગલે ગ્રામજનોને કાદવ ઉલેચવાનો વારો આવ્યો છે
અને સરકારી નાણાં નો દુરુપયોગ થયો હોવાના સ્થાનિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને એના રાણા અબ્બાસ ભાઈ ના ઘર પાછળ ના પેવર બ્લોક માટે ના કામ માટે સર્વાનુમતે ઠરાવ કરીને 15માં નાણાં પંચની રકમ ની ફાળવણી આશરે 7 માસ અગાઉ કરવામાં આવી છે પરંતુ હાલ પણ રસ્તાની હાલત બિસ્માર છે અને ગ્રામજનો કાદવ-કીચડમાંથી પસાર થવા મજબૂર બન્યા છે

જાગૃત નાગરિક ના આક્ષેપ મુજબ પેવર બ્લોકનું કામ કાગળ પર છે કે હકીકત શું છે તે બાબતે તાલુકા વિકાસ અધિકારી ને તપાસ કરી ને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે અને પંચાયતના ઠરાવની નકલ અને ગામના રસ્તાની કાદવ કીચડ વાળી હાલત વાળો વિડીયો વાયરલ કર્યો છે સાથે સાથે મહિલા સરપંચ ના પતિ વહીવટ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે સાથે સાથે સમગ્ર તાલુકા ની અન્ય પંચાયતો માં પણ નાણાં પંચની ગ્રાન્ટોની વપરાશમાં ભારે મનમાની થતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે
આ બાબતે તાલુકા વિકાસ અધિકારી એઆઈ શેખને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે તેઓને આ બાબતે નો વિડીયો ધ્યાને આવ્યો છે અને પંચાયત પાસેથી સમગ્ર મામલે અહેવાલ માંગવામાં આવશે અને જો કોઈ ક્ષતિ કે કસૂરવાર જણાશે તો સખતમાં સખત પગલા ભરવામાં આવશે જ્યારે મહિલા સરપંચના પતિ વહીવટ કરવા બાબતે તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે તેઓ સાબિતી રજૂ કરશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે
