દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા ના પાણીયા ગામે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે જેમાં પોતાના દાદા ના બેસણામાં જઈ રહેલ એક મહિલાને અજાણ્યા વાહનના ચાલકે અડફેટમાં લેતા મહિલાનું ઘટના સ્થળ પર કમકમાટી મોત નીપજતા સ્થળ પર પરિવારજનોનો આક્રંદ સર્જાયો હતો.
પંચમહાલ જિલ્લાના મોરવા હડફના નાટાપુર ગામે રહેતા જયશ્રીબેન કમલેશભાઈ પટેલ ના દાદા થોડા દિવસો પહેલા અવસાન પામ્યા હતા. જયશ્રીબેન પટેલના દાદા નો આજરોજ બેસણું હતું. તેઓના દાદા લીમખેડા ના રઈબાર ગામે રહેતા હતા અને આજરોજ રઈબાર ગામે બેસણું રાખવામાં આવ્યું હતું. આ બેસણામાં જયશ્રીબેન પટેલ જવા માટે નીકળ્યા હતા ત્યારે રસ્તામાં લીમખેડા ના પાણીયા ગામે કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે અહંકારી લાવતા ચાલતા પસાર થઈ રહેલા જયશ્રીબેન પટેલને અજાણ્યા વહનના ચાલકે જોશભેર ટક્કર મારતા જયશ્રીબેન પટેલ રસ્તા પર ફંગોળાયા હતા. ફંગોળાતાની સાથે તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ પહોંચતા તેઓનું લોહી લુહાણ હાલતમાં ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ મૃતક જયશ્રીબેન પટેલના પરિવારજનોને થતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિવારજનોમાં આક્રંદ નો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ પણ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા સાથે સ્થળ પર દોડી કરી હતી અને મૃતક જયશ્રીબેન પટેલના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે લઈ ગયા હતા. સ્થાનિક પોલીસે આ સંબંધે ગુનો નોંધી અજાણ્યા વાહનના ચાલકના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
