સાવલી તાલુકાના ગોઠડા ગામની સીમમાં સાવલી પોલીસે દરોડો પાડીને 11200 રૂપિયા ના મુદ્દામાલ સાથે ત્રણ જુગારીયા ઓ ને ઝડપીને જેલ ભેગા કર્યા છે
સાવલી પી આઈ કે જે ચૌહાણ ને બાતમી મળેલ કે ગોઠડા થી ચોરપુરા ગામની સીમમાં આવેલી પાણી ની ટાંકી પાસે કેટલાક ઈસમો પાના પત્તાનો હારજીત નો જુગાર રમી રમાડી રહ્યા છે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતા દાવ પરથી 7290 રૂપિયા અને અંગ ઝડતીમાં 3910 રૂપિયા મળી કુલ 11200 નો મુદ્દામાલ કબજે કર્યો છે (૧) મોહસીનભાઇ અનવરભાઈ ચૌહાણ (૨) વિજયભાઈ કનક સિંહ ચૌહાણ (૩) જુનેદ ભાઈ ઉર્ફે બોબો યુસુફભાઈ શેખ તમામ રહે ગોઠડા તા સાવલી ની ધરપકડ કરી ને જેલભેગા કર્યા છે અને તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે
