સ્વતંત્રતા પર્વ ની ઉજવણી ના ભાગરૂપે તથા રાષ્ટ્રધ્વજ ના સન્માન મા “સ્વતંત્રતા સપ્તાહ” અને હરઘર તિરંગા,વંદેમાતરમ્ ૧૫૦” અંતર્ગત ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે પણ આજરોજ હરઘર તિરંગા યાત્રા અને રેલી નો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ગોધરા રેલ્વે સ્ટેશન ના પી.આઇ. એચ.વી.તડવી અને રેલ્વે સ્ટેશન અધિક્ષક ગોપાલ મીના ના નેતૃત્વ હેઠળ નીકળેલ હરઘર તિરંગા યાત્રા માં જી.આર.પી.,આર.પી.એફ, હોમગાર્ડ ના જવાનો સમેત રેલ્વે તંત્ર ના કર્મચારીઓ સ્ટોલ વેન્ડરો સમેત હાજર સૌ•કોઈ જનમેદની એ આ તિરંગા યાત્રા મા ભાગ લીધો હતો. એમા ગોધરા રેલ્વે સ્ટેશન ના પ્લેટફોર્મ નં.૧ થી ૩ અને રેલ્વે સ્ટેશન ના મુખ્ય પ્રવેશદ્વાર સુધી સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી ના ભાગરૂપે હરઘર તિરંગા યાત્રા નુ દેશભક્તિ ના માહૌલ વચ્ચે કરવામાં આવેલ આજની ઉજવણી ને લઈ ને ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે અદ્ભુત દેશભક્તિ નો શાનદાર માહૌલ સર્જાયો હતો.

