(સાવલી)
સાવલી નગરપાલિકા દ્વારા પાલિકા ઓફિસથી ભીમનાથ મહાદેવ તરફ જવાનો નવીન બની રહેલ રોડ બનાવતા પહેલા દબાણો દૂર કરવા નગરજનો એ માંગ કરી છે દબાણો નો મુદ્દો દૂર કર્યા વગર રોડ બનાવવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ની લેખિત ચીમકી ઉચ્ચારતો પત્ર ચીફ ઓફિસર પ્રાંત અધિકારી અને પ્રાદેશિક કમિશનર ને પાઠવતા સનસનાટી મચી જવા પામી છે
સાવલી નગરપાલિકા દ્વારા હાલ પાલીકા ઓફિસથી ભીમનાથ મહાદેવ તરફ ના રોડની નવીન કામગીરી હાથ ધરવામાં આવી છે અને તેના માટે જરૂરી રોડમાં તોડફોડ કરવામાં આવી રહી છે પરંતુ નવીન બની રહેલ રોડ પર નગરજનોએ દબાણો કરી દીધા છે તે દૂર કર્યા વગર નવીન રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તેના પગલે નગરજનોએ લેખિતમાં આ રોડ માં આવતા તમામ દબાણો દૂર કર્યા બાદ જ રોડની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લેખિતમાં માંગ કરી છે અને જો આ માગણી નો પાંચ દિવસમાં નિકાલ નહીં આવે તો ગાધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ પ્રકારની લેખિત ચીમકી આપતો પત્ર ચીફ ઓફિસર પ્રાંત ઓફિસર પ્રાદેશિક કમિશનર સહિત લેખિતમાં પત્ર પાઠવવામાં આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે
જ્યારે ચોમાસા દરમિયાન ચોમાસાની ઋતુમાં પાણી ભરાવવા અને અકસ્માતો અટકાવવા માટે જિલ્લા કલેકટર અને સ્થાનિક તંત્ર દ્વારા નવા રોડ કે ખોદકામ ના કામ પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે અને વરસાદ દરમિયાન કોઈપણ એજન્સી કે ખાનગી કંપનીને રોડ તોડવાની કે નવા કામ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી અને ચોમાસા ની શરૂઆત થી જ રોડ કે ગટર માટે રસ્તો ખોદવા સંપૂર્ણ પ્રતિબંધ છે માત્ર કટોકટી સમયે જરૂરી રીપેરીંગ માટે જ છૂટ હોય છે ત્યારે સાવલી પાલિકા તમામ નિયમોને ધોળી ને પી જતી હોય અને તમામ નિયમો નેવે મૂકીને નવીન રોડ અને તોડફોડ નું કામ શરૂ કરતા ભારે ચર્ચા જાગી છે