(પ્રતિનિધિ : ગોકુળ પંચાલ)
પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજભાઈ પટેલે ઘોઘંબા તાલુકાના સુપ્રસિદ્ધ પરોલી સ્થિત શ્રી રાજરાજેશ્વરી મેલડી માતાજી ધામની મુલાકાત લઈ માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
મંદિર ખાતે પહોંચેલા જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલનું મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે માતાજીના દર્શન-પૂજન કરી જિલ્લા તેમજ રાજ્યના સર્વાંગી વિકાસ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
મુલાકાત દરમિયાન માઈભક્ત કિશોરભાઈ પંચાલ સાથે સૌહાર્દપૂર્ણ મુલાકાત યોજાઈ હતી. બંનેએ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મંદિર પરિસરમાં ઉપસ્થિત ભક્તોએ પણ જિલ્લા પંચાયત પ્રમુખ સાથે મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
પરોલીનું શ્રી રાજરાજેશ્વરી મેલડી માતાજી ધામ સમગ્ર પંચમહાલ સહિત આસપાસના વિસ્તારોમાં આસ્થાનું અગત્યનું કેન્દ્ર માનવામાં આવે છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે.
