સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી એન.એસ.એસ.દ્વારા “Gen-Z Against Addiction, Nasha Mukt Yuva for Viksit Bharat” અંતર્ગત “નશામુક્ત યુવા અભિયાન” અંગે માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નું દેશના યુવાઓને વર્ચ્યુઅલ સંબોધનનું આયોજન કરવામાં આવ્યું.
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના એન.એસ.એસ. દ્વારા “Gen-Z Against Addiction, Nasha Mukt Yuva for Viksit Bharat” અંતર્ગત તા.૨, ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નું દેશના યુવાઓને “નશામુક્ત યુવા અભિયાન” અંતર્ગત રાષ્ટ્રવ્યાપી અભિયાન અંગે વર્ચ્યુઅલ સંબોધન કરવામાં આવ્યું.

આ રાષ્ટ્રવ્યાપી “નશામુક્ત યુવા અભિયાન” અંતર્ગત સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના એન.એસ.એસ. દ્વારા ૪૮૦ વિદ્યાર્થીઓ ‘નશામુક્ત’ બનવા માટેના સંકલ્પ યુનિવર્સિટીના એન.એસ.એસના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પ્રો.ડૉ.રણછોડ રથવી દ્વારા સંકલ્પ લેવડાવ્યો હતો અને નશામુક્ત રાષ્ટ્રના નિર્માણને પ્રોત્સાહન આપી શકે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો દેશના યુવાનોને સંદેશ આપેલ “દેશના યુવાનો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ તથા આત્મવિશ્વાસથી ભરપૂર હોય અને નશીલા પદાર્થો જેવી જીવલેણ આદતોથી હંમેશા દૂર રહે – આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આ જ છે.” ‘નશામુક્ત યુવા – વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ આ જ સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. યુવાનો જ એક મજબૂત પરિવાર, મજબૂત સમાજ અને ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’નો પાયો નાખી શકે છે.આવો, આપણે સૌ સાથે મળીને નશીલા પદાર્થોને ‘ના’ અને ઉજ્જવળ ભવિષ્યને ‘હા’ કહીએ. દરેક સ્વપ્ન મહત્વપૂર્ણ છે. દરેક યુવાન દેશની તાકાત છે. “જો કોઈ યુવાન નશાની લતનો શિકાર બને છે, તો માત્ર તે વ્યક્તિનું જ નુકસાન નથી થતું; એક સ્વપ્ન પણ ખોવાઈ જાય છે.” વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના યુવાનોને સંદેશ આપેલ.

“નશામુક્ત યુવા – વિકસિત ભારત સંકલ્પ અભિયાન” આ જ સંદેશ સાથે આગળ વધી રહ્યું છે. આ એક રાષ્ટ્રીય સંકલ્પ છે, જે યુવાનોને નશાથી દૂર રહેવા અને સ્વસ્થ જીવન, ઉજ્જવળ ભવિષ્ય તથા ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના નિર્માણમાં સક્રિયપણે યોગદાન આપવા માટે પ્રેરિત કરે છે.આવો, આ અભિયાનનો હિસ્સો બનો. નશાને નહીં, તમારાં સપનાંઓને પસંદ કરો. નશામુક્ત ભારત, યુવા ભારત!
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં “Gen-Z Against Addiction, Nasha Mukt Yuva for Viksit Bharat” અંતર્ગત “નશામુક્ત યુવા અભિયાન” નું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન યુનિવર્સિટીના એન.એસ.એસના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પ્રો.ડૉ.રણછોડ રથવી, એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર, ડૉ.હરીશ વનાર તથા ડીપાર્ટમેન્ટ ઓફ સ્પોટ્સ સાયન્સના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ યજુવેન્દ્રસિંહ જેઠવા અને ડૉ.પાલા કારીયા, યુનિવર્સિટીના આઈ.ટી. ટેકનીકલ ઓફિસર જયમીન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના એન.એસ.એસના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પ્રો.ડૉ.રણછોડ રથવી, એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર, ડૉ.હરીશ વનાર તથા ડીપાર્ટમેન્ટ ઓફ સ્પોટ્સ સાયન્સના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ યજુવેન્દ્રસિંહ જેઠવા તથા બ્રહ્માકુમારી સાવલી કેન્દ્રના શારદા દીદી અને જલ્પા દીદી તથા યુનિવર્સિટીના આઈ.ટી. ટેકનીકલ ઓફિસર જયમીન મોદી અને યુનિવર્સિટીના શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ તથા યુનિવર્સિટીના એન.એસ.એસ.ના સ્વંય સેવકો તથા વોલન્ટીયર્સ અને યુનિવર્સિટીના ૪૮૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતું. આ “નશામુક્ત યુવા અભિયાન” કાર્યક્રમમાં યુનિવર્સિટીના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
