શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, ન્યૂજર્સી, અમેરિકા ખાતેના “શ્રી ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ”ની મહાપૂજા સાથે રંગારંગ પ્રારંભ……
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, ન્યૂજર્સી, અમેરિકા ખાતેના શ્રી ઘનશ્યામ મહારાજ સપ્ત દિવસીય રજત પ્રતિષ્ઠા મહોત્સવનો રંગારંગ પ્રારંભ મહાપૂજા સાથે થયો હતો.
શ્રી ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવે શ્રી નરેન્દ્રભાઈ મોદી, વડાપ્રધાનશ્રી તથા શ્રી કોરી એ બુકર, ન્યૂજર્સી યુનાઈટેડ સ્ટેટ સેનેટ, વોશીંગ્ટન, ડી. સીએ શુભેચ્છા સંદેશા પાઠવ્યા હતા.

આ અણમોલ અવસરે ભારત સહિત અમેરિકા, કેનેડા, લંડન, બોલ્ટન, ઓસ્ટ્રેલિયા, આફ્રિકાના હરિભક્તોનો સમુહ ઉપસ્થિત રહ્યો હતો.
મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી
