અવધ એક્સપ્રેસ | વડોદરા
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી સોસાયટીઓ ના નાગરિકો માટે મામલતદાર કચેરી દક્ષિણ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર ડૉ.અનિલ ધામેલીયા ના માર્ગદર્શન હેઠળ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ કેમ્પમાં નાગરિકો સૂચિત સોસાયટી અંગેની દરખાસ્ત મેળવી યોગ્ય કાર્યવાહી માટે અરજી કરી શકે તે માટે ૫ નવેમ્બર ૨૦૨૬ અને ૬ નવેમ્બર ૨૦૨૬ ના રોજ કેમ્પનું યોજવામાં આવ્યો છે.
સૂચિત સોસાયટી અંગેની દરખાસ્ત માટેના આ વિશેષ કેમ્પની મુલાકાત જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા અને માંજલપુરના ધારાસભ્ય સતીશ પટેલ એ લીધી છે અને કેમ્પમાં ફરજ બજાવનાર વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચના આપી હતી અને અરજી કરનાર નાગરિક સાથે પણ સંવાદ કર્યો હતો..
આ કેમ્પ ની મુલાકાત વેળાએ મામલતદાર ફાલ્ગુની સોની, પદાધિકારીઓ, કાઉન્સિલરો હાજર રહ્યાં હતાં.
