અવધ એક્સપ્રેસ | વડોદરા
વડોદરા ઘટકના પદમલા ગામ ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર 4 અને 5 ની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કુપોષિત બાળકોના વજન અને ઊંચાઈની ચકાસણી કરી તેમની પોષણ તથા આરોગ્યની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રના કાર્યકરો અને તેડાગરોને બાળકોના પોષણમાં સુધારો લાવવા માટે અમલી નવા મેનુ અંગે જરૂરી માર્ગદર્શન અને સમજ આપવામાં આવી હતી. બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તેમજ તેમના સર્વાંગી વિકાસ માટે આંગણવાડી સ્તરે યોગ્ય કાળજી અને તકેદારી રાખવા અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન બાળકો સાથે આત્મીય સંવાદ સાધી તેમને દિવાળીના પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે ICDS પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી સાવિત્રી નાથજી ઉપસ્થિત રહ્યાં હતાં.
