અવધ એક્સપ્રેસ | સાવલી
સાવલી તાલુકાના ભાદરવા પંથકમાં આવેલ દોડકા ગામે ખેડૂતો માટે સબસિડી વાળું નીમ કોટેડ યુરિયા ખાતર ને પેકિંગ કરીને ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ જિલ્લા એલ સી બી ની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને 138 નંગ થેલીઓ તેમજ આઇસર ટેમ્પો સહિત કુલ રૂપિયા 5,78,580 ના મુદ્દામાંલ સાથે ઝડપી પાડ્યું છે અને સમગ્ર મામલે એક ને ઝડપી અન્ય ત્રણને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે
સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકની હદમાં આવેલ દોડકા ગામે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને માહિતી મળેલ કે ખેડૂતો માટે સરકારી નિમ કોટેડ યુરિયા ખાતરને ગેરકાયદેસર રીતે પેક કરીને ઊંચા ભાવે વેચવાનું ષડયંત્ર ચાલે છે તેના પગલે જિલ્લા એલ સી બી ની ટીમે દરોડો પાડી ને સફેદ કલરની માર્કા લખાણ વગરની આશરે 45 કિલો ખાતર ભરેલ કુલ 138 નંગ થેલી જેની કિંમત 52,440 રૂપિયા કંપની ભારતીય જન પૂર્વાહક પરિયોજના ભારત સરકાર 45 કિલો ઓગસ્ટ 2026 ના લખાણ વાળી પીળા કલર ની 84 નંગ થેલીઓ રૂપિયા 2680 તથા એક સિલાઈ મશીન 1000 રૂપિયા તથા 100 નંગ ખાલી થેલીઓ 1000 રૂપિયા તેમજ પીળા કલરની થેલીઓ 96 નંગ રૂપિયા 960 રૂપિયા એક આઇસર ટેમ્પો 27 જી જે 27 ટી જી 2246 કિંમત રૂપિયા 5 લાખ રૂપિયા તેમજ એક બેટરી 500 રૂપિયા મળી કુલ 578580 રૂપિયા ના મુદ્દા માલ સાથે સાહિલ ફારુકભાઈ વોરા રહે ભાદરવા બજાર લાઈન તા સાવલી ને ઝડપી પાડ્યો છે ઝડપાયેલ ઇસમ ની પ્રાથમિક પૂછપરછ માં આ સબસિડી વાળા ખાતર નો જથ્થો ભાવેશ પ્રવીણભાઈ પટેલ રહે ધર્મજ તા પેટલાદ જી આણંદ ગાંધી ચોક વાળાની ધર્મજ ચોકડી ખાતે આવેલ એગ્રી બિઝનેસ સેન્ટર ના નામે પરવાના વાળુ સેન્ટર ચાલે છે ત્યાંથી આ જથ્થો ખરીદ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું તેના પગલે પોલીસે (૨)જગદીશભાઈ અરમાનભાઈ ભોઈ રહે રામપુરા ચોક ધર્મજ તા પેટલાદ આણંદ (૩) ભાવેશ પ્રવીણભાઈ પટેલ રહે ધર્મજ ગાંધી ચોક તા પેટલાદ જી આણંદ અને (૪) રાજેશભાઈ પુરા નામની ખબર નથી તે રહે ચીખલી સહિત કુલ ચાર ઈસમો સામે આવશ્યક ચીજ ધારા હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે જ્યારે ખેડૂતો માટે સબસિડી વાળું ખાતર ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ ઝડપાતા ભારે ચર્ચા જાગી છે
