પંચમહાલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના સત્તાધીશો દવારા મનરેગા યોજના ના બદલે વી.બી.જી.રામજી યોજના અંતર્ગત ગરીબ જોબકાર્ડ ધારકો ને ઘર આંગણે રોજગારીઓ આપવા માટે ના કામો ની વહીવટી કે તાંત્રિક મંજૂરીઓ સાથે જી રામજી યોજના ના કામો શરૂ કરવામાં આવ્યા હોવાના સત્તાવાર જાહેરાત કરાઈ નથી પરંતુ આ વી.બી.જીરામજી યોજના અંતર્ગત ગરીબ જોબકાર્ડ ધારક શ્રમિકો એ રોજગારીઓ માટે ના કામો શરૂ કર્યા હોવાના દેખાવો સાથે મસ્ટરો મા હાજરીઓ પુરવાનુ શરૂ કરાતા અંદરખાને ચોંકાવનારા ગંભીર આશ્ચર્ય સર્જાયા છે.એટલા માટે કે ગોધરા સમેત અન્ય તાલુકાઓ ના કેટલાક ગામો મા નવીન જી.રામજી યોજના અંતર્ગત શ્રમિકો ની હાજરીઓ જે મસ્ટરો મા ભરવામાં આવી રહી છે આ મસ્ટરો મા મનરેગા યોજના હેઠળ જે કામો શરૂ કરાયા હતા આજ કામો નો ઉલ્લેખ કરવામાં આવતા ગરીબ જોબકાર્ડ ધારકો મા પણ આપણે મનરેગા યોજના ના કામો ઉપર કામ કરી ને રોજગારીઓ મેળવીએ છે કે નવીન જી રામજી યોજના ના કામો ઉપર રોજગારીઓ મેળવવાની છે ની મુંઝવણો સર્જાઈ હોવાનુ કહેવાય છે.ગોધરા તાલુકા ના કેટલાક ગામો જી રામજી નવીન યોજના હેઠળ શ્રમિકો ની હાજરીઓ પૂરવા માટે જી.આર.એસ. એટલા તત્પર દેખાય છે કે આ ગરીબ જોબકાર્ડ શ્રમિક ઉંઘ માંથી ઉઠી ને ઘર માંથી બહાર આવે આ પહેલાજ વહેલી સવાર ના ૬ થી ૭ ના સમયગાળા મા જ આ શ્રમિકો ની હાજરીઓ પૂરી દેવાની હરીફાઈઓ શરૂ થઈ ગઈ હોવાનુ દેખાઈ રહયુ છે. એમા ગોધરા તાલુકા ના ગુસર•૧, ધાણીત્રા, ગોલી અને ધનોલ ગામો મા જી રામજી યોજના અંતર્ગત શ્રમિકો ની હાજરીઓ પૂરવામાં આવી રહી છે આ કામો મનરેગા યોજના અંતર્ગત ના હતા કે નવા કામો વહીવટી મંજૂરીઓ સાથે શરૂ કરાયા છે.આ દિશાઓ મા પણ તપાસો કરવામા આવે એવી પ્રજામાંગ ઉભી થવા પામી છે.

