અવધ એક્સપ્રેસ l સાવલી
સાવલી બાર એસોસિએશન દ્વારા ભાડા વિધેયક સામે ઉગ્ર વિરોધ કરીને સૂત્રોચ્ચાર કરી
કોર્ટ પરિસરની બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી સરકારના પૂતળા દહન કરતા પોલીસ ની દરમિયાનગીરી ઉત્તેજના પ્રસરી ગઈ હતી
સાવલી બાર એસોસિએશન દ્વારા ભાડા વિધેયક 2026 નો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ને સમર્થન આપી ને વિવિધ કાર્યક્રમો આપી રહ્યા છે તેવામાં આજરોજ કોર્ટ પરિસરની બહાર મોટી સંખ્યામાં વકીલો એકત્રિત થઈ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. અને સૂત્રોચ્ચાર કર્યા હતા વકીલોએ ભાડા વિધેયકનો વિરોધ કરતાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

સાવલી બાર એસોસિએશનના પ્રમુખ સહિત વકીલો કોર્ટ પરિસરની બહાર એકત્ર થયા હતા. ભાડા વિધેયકના વિરોધમાં વકીલોએ સરકારની નીતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન વકીલો દ્વારા વિરોધના ભાગરૂપે ગુજરાત સરકારના પૂતળાનું દહન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પૂતળું સળગાવવાનો પ્રયાસ થવાની જાણ થતાં સાવલી પોલીસ પણ તાત્કાલિક કોર્ટ પરિસર ખાતે પહોંચી હતી. પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કરવામાં આવ્યો હતો અને પૂતળું સળગાવતાં રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના પગલે કોર્ટ પરિસરની બહાર થોડા સમય માટે વિરોધ અને પોલીસની હાજરીને કારણે માહોલ ગરમાયો હતો. અને ભારે ઉત્તેજના ફેલાઈ હતી અને વકીલોનું કહેવું હતું કે આ વિધેયકને લઈને વકીલ વર્ગમાં ભારે વિરોધની લાગણી છે અને કાયદો પાછો ખેંચવાની માંગ કરી હતી અને આ મુદ્દે સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.તેવું જણાવ્યું હતું

………………………

ઇન્સ્ટાગ્રામ ઉપર આ સમાચાર ની રીલ જુઓ અને અમને ફોલો કરો લાઈક કરો અને બીજાને સેન્ડ કરો
સાવલીમાં વકીલોનો સરકાર સામે વિરોધ, ભાડા વિધેયક પાછો ખેંચવા ઉઠી માંગ
https://www.instagram.com/reel/DeGwjedz_d3/?stkn=Zm9oZG1qOW93YnJ4
