અવધ એક્સપ્રેસ | ઘોઘંબા
ઘોઘંબા પ્રાથમિક શાળા ખાતે ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી સરકારની વિવિધ સેવાઓ અને યોજનાઓ અંગે માહિતી મેળવી હતી.
સેવા સેતુ કાર્યક્રમમાં ઘોઘંબા મામલતદાર સેજલબેન જોશી, ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારી, ઘોઘંબા ગ્રામ પંચાયતના સરપંચ નિલેશભાઈ વરિયા, તાલુકા સદસ્ય, જિલ્લા સદસ્યો સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોને એક જ સ્થળેથી વિવિધ સરકારી સેવાઓનો લાભ મળી રહે તે માટે વિવિધ વિભાગોના કાઉન્ટર અને માર્ગદર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન ઘોઘંબા ગ્રામ પંચાયતના સરપંચ નિલેશભાઈ વરિયા દ્વારા ગ્રામજનોને સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, સરકારી સેવાઓ તથા તેનો લાભ મેળવવાની પ્રક્રિયા અંગે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત અધિકારીઓ અને જનપ્રતિનિધિઓએ પણ ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી.

સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોની વિવિધ રજૂઆતો અને પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા અરજદારોને જરૂરી માર્ગદર્શન આપી પ્રશ્નોના નિરાકરણ માટેની પ્રક્રિયા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના કારણે ગ્રામજનોને સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જગ્યાએ એક જ સ્થળેથી અનેક સેવાઓ અંગે માહિતી અને માર્ગદર્શન મળ્યું હતું.

કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ ઉપરાંત આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા આંગણવાડી સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા. સરકારી તંત્ર અને ગ્રામજનો વચ્ચે સીધો સંવાદ થાય તથા સરકારની સેવાઓનો લાભ વધુ સરળતાથી લોકો સુધી પહોંચે તે દિશામાં સેવા સેતુ કાર્યક્રમ મહત્વપૂર્ણ બની રહ્યો હતો. કાર્યક્રમને પગલે ગ્રામજનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.
……………………………………
અવધ એક્સપ્રેસ દૈનિક ન્યૂઝ પેપર હવે ડિજિટલ

અમારા instagram સાથે જોડાઓ એક ક્લિક માં
https://www.instagram.com/reel/DeJLauSs9vs/?stkn=MWU0NWpleDZ4cjBycA==
…………………………..
અમારા ફેસબુક પેજ માં જોડાઓ
https://www.facebook.com/share/v/1C7j6zxXe7/
