છેલ્લા 60 વર્ષથી નડિયાદ ખાતે કાર્યરત અને નામાંકીત નડિયાદ પીપલ્સ, કો. ઓપ.બેંક ની આણંદ ખાતેની શાખાનું ઉદ્ઘાટન આજરોજ આણંદના જાણીતા બિલ્ડર અને સામાજિક કાર્યકર ઇલ્યાસભાઈ મુલતાની ના હસ્તે કરવામાં આવ્યું . આ પ્રસંગે બેંકના ડિરેક્ટરો સમાજના મોભીઓ વેપારીવર્ગ, ધર્મગુરુઓ તેમજ લઘુમતી મોરચાના માજી પ્રમુખ સિકંદર માસ્તર ઉપસ્થિત રહ્યા હતા બેંકના ચેરમેન દ્વારા ઇલ્યાસભાઈ મુલતાની નું સાલ ઓઢાડી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું જેને હાજર રહેલ જનમેદનીએ તાળીઓના ગળગળાટ થી વધાવી લીધેલ બેંકના મેનેજર દ્વારા બેંકની વિવિધ સેવાઓ વિશે હાજર નગરજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને ખૂબ જ મોટા પ્રમાણમાં આમ આદમી ના ધંધાનોવિકાસ માટે બેન્ક નો સહકાર મળશે અને નાનામાં નાનો વ્યક્તિ બેંકના સહયોગથી પોતાના ધંધાનો વિકાસ કરી શકશે એવી આશા વયક્ત કરી હતી જેનો વેપારી આલમના ઉપસ્થિત નગરજનો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ પ્રાપ્ત થવા પામ્યો હતો
