બનાસકાંઠા,
જીલ્લાનીથરા નગરપાલિકા ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા ઉમેદવાર ફોર્મ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થતા હવે કેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતરશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ચૂંટણી માટે 59 ફોર્મ માન્ય રહ્યાં છે.
આ ચૂંટણી માટે ઉમેદવારો દ્વારા કૂલ 119 ફોર્મભરાયા હતા તેમાંથી 60 ફોર્મ અમાન્ય અને 59 ફોર્મ માન્ય રહ્યા. ચકાસણી દરમ્યાન આમ આદમી પાર્ટીના 13 ફોર્મ માંથી 2 ફોર્મ રદ અને 11 ફોર્મ માન્ય રહ્યાં છે. ભાજપના 24 અને કોંગ્રેસના 24 ફોર્મ માન્ય રહ્યા. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર થશે. 29 સપ્ટેમ્બરેફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ થરા નગરપાલિકાનું ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.