ગાંધીનગર,
રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અનાથ,નિરાધાર અને જરૂરિયાતમંદ બાળકોના જીવન ઘડતર અને ભવિષ્યને વધુ સુરક્ષિત કરવા માટે નિયામક, સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા મુખ્યત્વે ‘પાલક માતા પિતા યોજના’, ‘શેરો પોઝીટીવઇલનેસ શિષ્યવૃત્તિ’ તેમજ ‘પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દીકરીના લગ્ન સમયે કુલ ૨.૦૦ લાખ સહાય આપવાની યોજના અમલી બનાવવામાં આવી છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમનવાજા અને રાજ્ય મંત્રી ડૉ.મનિષાવકીલના નેતૃત્વમાં નિયામક , સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા આ વિવિધ બાળ કલ્યાણ યોજનાઓ હેઠળ રાજ્યભરમાં વર્ષ ૨૦૨૫-૨૬ થી ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં ૨૭ હજાર થી વધુ જરૂરિયાતમંદ બાળકોને રૂ.૧૩૨ કરોડથી વધુની આર્થિક સહાય અને શિષ્યવૃત્તિરૂપી સન્માન અપાઈને તેમનું ભવિષ્ય વધુ સુરક્ષિત કરવા આવ્યું છે.
જેમાં પાલક માતા પિતા યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ માં ૨૧,૮૮૧ લાભાર્થીને કુલ રૂ. ૮૦.૮૧ કરોડ અને એપ્રિલ- ૨૬ થી ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં ૨૨,૨૨૪ બાળકોને રૂ. ૩૪.૨૪ કરોડ ની સહાય ,શેરો પોઝીટીવઇલનેસ શિષ્યવૃત્તિ અંતર્ગત વર્ષ ૨૦૨૫ – ૨૬માં ૫૪૪૦ બાળકોને રૂ.૧.૮૬ કરોડ અને એપ્રિલ- ૨૬ થી ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં ૫,૫૪૦ બાળકોને રૂ. ૩.૮૭ કરોડ ની શિષ્યવૃત્તિ તેમજ પાલક માતા પિતા અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દીકરીના લગ્ન સમયે કુલ ૨.૦૦ લાખ સહાય આપવાની યોજના માં વર્ષ ૨૦૨૫ – ૨૬ માં ૪૦૬ દિકરીઓ ને રૂ. ૮. ૧૨ કરોડ ની આર્થિક સહાય અને એપ્રિલ – ૨૬ થી ઓગસ્ટ -૨૬ સુધીમાં ૨૧૫ દિકરીઓને રૂ. ૪.૩૦ કરોડ ની સહાય આપવા આવી છે.
વિવિધ ત્રણ યોજનાઓ વિશે:
૧.પાલક માતા પિતા યોજના
પાત્રતાના માપદંડ:-
૦ થી ૧૮ વર્ષની ઉંમરના જે બાળકોના માતા-પિતા મૃત્યુ પામ્યા હોય તથા પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ પુન:લગ્ન કર્યા હોય અથવા માતા મૃત્યુ પામતાંપિતાએપુન:લગ્ન કર્યા હોય અને બાળક તેઓ સાથે ન રહેતુ હોય તેવા બાળકો માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે.
સહાયનું ધોરણ:-
બાળકોની સાર સંભાળ રાખતા નજીકનાં સગાને માસિક પ્રતિ બાળક રૂ.૩૦૦૦/- ની સહાય ડાયરેકટબેનીફીટ ટ્રાન્સફર (DBT)થી તેના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે.
જરૂરી ડોક્યુમેન્ટ:-
બાળકના જન્મનો દાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
બાળકના માતા-પિતાની મરણનાદાખલાનીપ્રમાણીત નકલ.
જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલ હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય અથવા માતા મૃત્યુ પામતાંપિતાએપુન:લગ્ન કરેલ હોય તે અંગેનું સોગંધનામું/લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર/તલાટી કમ મંત્રીનો દાખલો/સ્વ-ધોષણાપત્ર પૈકી કોઇ પણ એક. આવકના દાખલાની નકલ (ગ્રામીણ વિસ્તાર માટે રૂ.૨૭,૦૦૦/- થી વધારે અને શહેરી વિસ્તાર માટે રૂ.૩૬,૦૦૦/થી વધારે આવક હોવી જરૂરી છે.)
બાળક અથવા પાલક માતા-પિતાના સંયુક્ત બેંક ખાતાની પ્રમાણિત નકલ.બાળકનાઆધારકાર્ડની નકલ.
બાળક હાલ જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેના પ્રમાણપત્રની નકલ
પાલક માતા/પિતાના આધારકાર્ડની નકલ પૈકી કોઇ પણ એક.
૨.શેરો પોઝીટીવઇલનેસ શિષ્યવૃત્તિ
આ યોજનાનો લાભ શેરો પોઝિટીવઇલનેશના કારણે અનાથ નિરાધાર થયેલ તેમજ શેરો પોઝિટીવઇલનેશવાળા બાળકોને વર્ષમાં એકવાર અભ્યાસ અર્થે શિષ્યવૃતિ રૂપે તેમના અભ્યાસ તેમજ જીવન ધડતરમાં મદદરૂપ થઇ શકે તેવા આશયથી આપવામાં આવે છે. આમાં બાળકોને વાર્ષિક ધોરણ મુજબ રૂ.૫૦૦૦/- થી રૂ. ૨૫,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે.
૩.પાલક માતા પિતા અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજના
આ યોજનાની લાભાર્થી દીકરીના લગ્ન સમયે કુલ ૨.૦૦ લાખ સહાય આપવાની યોજના
આ યોજના હેઠળ લાભાર્થી દિકરીના લગ્ન સમયે કુલ ૨.૦૦ લાખ સહાય આપવાની યોજના
આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે?:
પાલક માતા પિતા યોજના અથવા મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દિકરીને ૧૮ વર્ષ પૂર્ણ કરેલ હોય તેમને લગ્ન સમયે આ સહાય મળવાપાત્ર છે.
કેટલી સહાય આપવામાં આવે છે ?:
લાભાર્થી દિકરીને ૨.૦૦ લાખ એક વાર
યોજના ક્યારે શરૂ થઇ અને તેના ધારા ધોરણો:
આ યોજના તા.૦૧/૦૪/૨૦૨૩ થી ગુજરાત રાજ્યમાં લાગુ કરવામાં આવી છે.
આ યોજનાની લાભાર્થી પૈકી તા.૦૧/૦૪/૨૦૨૩ ના રોજ કે ત્યારબાદ લગ્ન કરનાર કન્યાઓને જ આ ઠરાવથીમળનારસહાયનો લાભ મળવાપાત્ર થશે.
આ યોજનાનો લાભ એક જ વાર મળશે.
આ યોજનાના લાભાર્થી દ્વારા લગ્ન થયા તારીખથી ૨ વર્ષની અંદર અરજી કરવાની રહેશે.
