અવધ એક્સપ્રેસ | સાવલી
સાવલી તાલુકાના પાલડી ગામે ખુલ્લી જગ્યા માં જુગાર રમતા કુંડાળા પર મંજુસર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ને 1890 રૂપિયા ના મુદ્દામાલ સાથે ચાર જુગારીયા ઓ ને ઝડપી ને જેલભેગા કર્યા છે
સાવલીના મંજુસર પોલીસ મથકની હદમાં આવેલ પાલડી ગામે નવીનગરી ની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પાના પત્તાનો હારજીત નો જુગાર રમી રમાડી રહ્યા છે તે બાતમીના આધારે દરોડો પાડતા પોલીસે ચાર ઇસમોને રંગે હાથે ઝડપી પાડ્યા છે અને દાવ પર લાગેલા 390 રૂપિયા અને અંગ ઝડતીમાં 1500 રૃપિયા મળી કુલ 1890 રૂપિયા નો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં (૧) સિકંદર કેસરીસિંહ ગોહિલ રહે પાલડી તા સાવલી (૨) રાકેશભાઇ રમેશ ભાઈ સોલંકી રહે પાલડી શિવપુરા તા સાવલી (૩) અહેમદ ઈબ્રાહિમ સોલંકી રહે પાલડી તા સાવલી (૪) રમેશભાઈ રામાભાઇ સોલંકી રહે પાલડી શિવપુરા તા સાવલી ને જુગાર રમતા ઝડપીને જેલ ભેગા કર્યા છે અને ચારેય વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે
