ગોધરા સર્વ શિક્ષા અભિયાન કચેરી ના ૨.૭૯ કરોડ બોગસ સાધન ખરીદ કૌભાંડ મા આરોપી બનેલા સામે સહાનુભૂતિઓ કેમ.?!!
ગુજરાત ના શિક્ષણ વિભાગ ના સત્તાધીશો એ પંચમહાલ ના પ્રા.શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ સામે શિક્ષાત્મક કાર્યવાહીઓ કરવાના બદલે રજાઓ મંજૂર કરી આપી..!!
ગાયત્રીબેન ના ભરોસે વહીવટો કરનારા ભલભલા શૈક્ષણીક કર્મચારીઓ ની ઉંઘ હરામ થઈ ગઈ હોવાની સ્ફોટક ચર્ચાઓ…
ગોધરા સમગ્ર શિક્ષા અભિયાન કચેરી મા અંદાઝે ૨.૭૯ કરોડ રૂપિયા ના બોગસ સાધન ખરીદ કૌભાંડ મા નીતિન પટેલ અને પૂંજન જોષી ની સાથે ખુદ જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને પંચમહાલ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી ગાયત્રીબેન હરીભાઈ પટેલ ની આરોપી તરીકે ની ખતરનાક સંડોવણીઓ હોવાનુ ગોધરા બી ડીવીઝન પોલીસ તંત્ર ની તપાસો મા બહાર આવ્યુ હતુ. સમગ્ર શિક્ષા અભિયાન કચેરી ના કરોડો રૂપિયા ના બોગસ સાધન ખરીદ કૌભાંડ મા પોતે આરોપી બન્યા હોવાની જાણ થતા વેંત પંચમહાલ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલે ચુપચાપ રજા મૂકી ને રવાના થયા હતા.આ ગાયત્રીબેન પટેલે આ બોગસ સાધન ખરીદ કૌભાંડ મા પોતે અજાણ છે અને ગોધરા બી ડીવીઝન પોલીસ તંત્ર ની તપાસો ને ખોટી ઠેરવી ને આરોપનામા માંથી બચવા માટે ગુજરાત હાઇકોર્ટ મા ક્વોશિંગ પીટીશન દાખલ કરી છે એની આગામી સુનાવણી ૯‘ઓક્ટોબર ના રોજ હાથ ધરાશે. પરંતુ ગુજરાત ના શિક્ષણ વિભાગ ના સત્તાધીશો દવારા પંચમહાલ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ ની ૨.૭૯ કરોડ રૂપિયા ના બોગસ સાધન ખરીદ કૌભાંડ મા આરોપી તરીકે સંડોવણીઓ નુ “પાપ છાપરે ચઢી” ને પોકાર કરતુ બહાર આવ્યા બાદ ગાયત્રીબેન પટેલ ની સામે ખાતાકીય શિક્ષાત્મક કાર્યવાહીઓ તત્કાળ હાથ ધરવાના બદલે તેઓની ૨૦ દિવસો ની રજાઓ મંજૂર કરી ને ગાયત્રીબેન પટેલ ને છાવરવાનો પ્રયત્ન કરતા સમગ્ર રાજ્ય ના શૈક્ષણીક જગત મા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
જો કે પંચમહાલ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ દવારા સર્વ શિક્ષા અભિયાન કચેરી મા કર્મચારી નીતિન પટેલ અને પૂંજન જોષી દવારા આચરવામાં આવેલા ૨.૭૯ કરોડ ના બોગસ સાધન ખરીદ કૌભાંડ નુ પોત પ્રકાશમાં આવ્યા બાદ તેઓ આ કૌભાંડ સામે ફરીયાદ દાખલ કરવા રાજી ન હતા આ જોઈ ને ના•છૂટકે પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી એ તા.૩૦‘ એપ્રિલ ના રોજ સુધારા હુકમ કરી ને જિલ્લા શિક્ષણ કચેરી ના હિસાબી અધિકારી રણજીત રાઠોડ ને ફરીયાદ દાખલ કરવાનો હુકમ કર્યો હતો.આમ ગોધરા બી ડીવીઝન પોલીસ મથક મા ૨.૭૯ કરોડ ના બોગસ સાધન ખરીદ કૌભાંડ ના નોંધાયેલા ગુના મા ખુદ પંચમહાલ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ ખુદ આરોપી બની ગયા અને ચુપચાપ રફુ ચક્કર પણ થઈ ગયા..!! પરંતુ પંચમહાલ જિલ્લા મા સરકારી શાળાઓ ના આચાર્યો વ્યવસ્થાપન કમિટી ના સભ્યો,બી.આર.સી.અને સી.આર.સી. કર્મચારીઓ જે અત્યાર સુધી ના વહીવટો મા જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ ના આદેશો અને ઈશારે ચાલી ને તેઓ કહે એ પ્રમાણે નાણાંકીય ચુકવણાઓ કરતા હતા આ તમામ શૈક્ષણીક વિભાગ ના સ્ટાફ ની ઉંઘ હરામ થઈ જવા પામી છે. એમા સરકારી શાળા મા અભ્યાસ કરતી દીકરીઓ ના સ્વરક્ષણ માટે તાલીમ આપી ને પૂર્ણ કરી હોવાના નામે ઈજારદાર એજન્સી ને ચુકવણાઓ કરવાના આ દીકરીઓ ને માસીક ધર્મ અંગે ની સમજ આપતા ઉજાસ કાર્યક્રમો ના નામે જે લાખ્ખો રૂપિયા ના ખર્ચાઓ કરાયા છે એમા કેટલાક પુરુષ કર્મચારીઓ ને પણ ચૂકવણા કરાયા હોવાની ચર્ચાઓ છે.અને સરકારી શાળા મા અભ્યાસ કરતા “દિવ્યાંગ વિધાર્થીઓ” ને માર્ગદર્શન આપતા કૅમ્પો,તેઓના કેર ટેકર વાલીઓ અને વિવિધ સહાયો ના નામે જે નાણાંકીય ચુકવણાઓ કરાયા છે આ દસ્તાવેજી પુરાવાઓ ના આધારે જો તપાસો હાથ ધરવામા આવે તો ગોધરા સર્વ શિક્ષા અભિયાન કચેરી ના વિવિધ વિભાગો મા આવતી સરકારી ગ્રાન્ટ ના નાણા નો વહીવટ પંચમહાલ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ કેવી રીતે કરતા હતા એના એક બે નહી અનેક ગણા ચોંકાવનારા રહસ્યો બહાર આવવાની સંભાવનાઓ છે.
