અવધ એક્સપ્રેસ | સાવલી
સાવલી તાલુકાના પોઇચા (રા) ગામે આવેલ એવિડ કંપનીમાં સેન્ટરીંગ નું કામ કરતી વેળાએ ક્રેન વડે પ્લાયવુડની પ્લેટ મજુર પર પડતા ઇજાગ્રસ્ત મજૂરનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નિપજ્તા સેફ્ટી અને સલામતી ના નિયમોની અણદેખી મુદ્દે સમગ્ર પંથકના કામદારો માં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે
સાવલીના ભાદરવા પોલીસ મથકે ફરિયાદી નંદુ મંગરૂ રજવાર ( રાજવંશી) હાલ રહે પોઇચા (રા)તા સાવલી મૂળ રહે ચોવાચટાન ગામ થાના હુશેનાબાદ જિલ્લો પલામુ ઝારખંડ ના એ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું છે કે ગત રોજ ૨૬/૯/૨૦૨૬ ના રોજ પોઇચા ગામની હદમાં આવેલ એવિડ કંપનીમાં સેન્ટરીંગ નું કામ કરતી વેળાએ 20 ફુટ ઊંચે ક્રેન વડે પ્લાયવુડ ની પ્લેટો ચઢાવતા હતા તેવાં અચાનક ક્રેન માં બાંધેલ પ્લેટ છૂટી ને એક પ્લેટ સીધી મજૂર પર પડી હતી ત્યારબાદ તેમા પ્લેટો નીચે પડી હતી તે વખતે પ્લાયવુડની પ્લેટ નીચે કામ કરતા મજુર ચંદન મંગળ રજવાર હાલ રહે પોઇચા (રા ) તા સાવલી રાજુભાઈ ના પ્લાન પર મૂળ રહે ઝારખંડ પર પડતા માથા સહિત શરીરના વિવિધ ભાગો પર ઇજાઓ પહોંચી હતી અને ભારે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેના પગલે તેને વડોદરા ખાનગી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ ચંદન રજવાર નું કરુણ મૃત્યુ નિપજ્યું હતું ભાદરવા પોલીસે અકસ્માત મોત રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે એવીડ કંપનીમાં કામદાર પર પ્લેટ પડતા મૃત્યુ પામ્યાની ખબર વાયુવેગે સમગ્ર પંથકમાં પ્રસરી જતા પરપ્રાંતિય મજૂર વર્ગમાં ભારે પ્રચંડરોસ ફાટી નીકળ્યો હતો અને તાલુકાના ઔદ્યોગિક એકમો દ્વારા સેફટી અને સુરક્ષાની ભારે અણદેખી સામે આવી છે અને મૃતક કામદાર ના સગા ઓ ના જણાવ્યા મુજબ ક્રેન થી મટીરીયલ ચઢાવવાનું કામ કરતી વેળાએ સેફટી ના નિયમો નું પાલન અને સેફ્ટી ના સાધનો નો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો આ દુર્ઘટના ટાળી શકાય હોત તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું અને હેલ્મેટ સહિતની સાવચેતીના સાધનોનો ઉપયોગ અને નિયમોના ભંગ ના કારણે મજૂરને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે આ મામલામાં યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી છે ભાદરવા પોલીસે સમગ્ર મામલા મુદ્દે સીસીટીવી ફૂટેજ સહિતના દાર્શનિક પુરાવાઓ ભેગા કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરવા તજવીજ હાથ ધરી છે
