અવધ એક્સપ્રેસ | સાવલી
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, વડોદરા શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત નગરયાત્રા – વિશ્વશાંતિ રેલી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જે ખંડેરાવ માર્કેટથી શરૂ થઈ, ન્યાય મંદિર, માંડવી ગેટ, ચાંપાનેર દરવાજા, ન્યાય મંદિર થઈને હરણી રોડ શ્રી સ્વામિનારાયણ મંદિરે પૂર્ણ થઈ હતી. આ અણમોલ અવસરે શ્રી મુકતજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડે વિશ્વશાંતિ ભકિતની સૂરાવલી રેલાવી હતી. આ અણમોલ અવસરનો લ્હાવો દેશ વિદેશના હરિભક્તોએ હર્ષોલ્લાસભેર લીધો હતો. વિશ્વશાંતિ રેલીમાં હકડેઠઠ માનવ મેદની ઉપસ્થિત રહી હતી.
સં. શિ. શ્રી નિત્યપ્રકાશદાસજી સ્વામી
મહંત
શ્રી સ્વામિનારાયણ મંદિર, હરણી રોડ, વડોદરા

