દિવાળીના પર્વે પંચમહાલ પોલીસની SHE ટીમે છેલ્લા બે વર્ષમાં અવસાન પામેલા પોલીસકર્મીઓના પરિવારજનોની મુલાકાત લીધી અને તેમને શુભેચ્છા પાઠવી.
મુલાકાત દરમિયાન ટીમે પરિવારજનોના સુખ-દુઃખમાં સાથે રહેવાની લાગણી વ્યક્ત કરી. પોલીસ પરિવાર હંમેશાં તેમની સાથે છે એવો સંદેશ પણ આપ્યો.પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ આ મુલાકાત યોજાઈ હતી. ટીમે અવસાન પામેલા પોલીસકર્મીઓના પરિવારજનો પ્રત્યે સંવેદના અને આત્મીયતા વ્યક્ત કરી.દિવાળીના તહેવારે પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતે ગોધરામાં ફૂલ વેચતા શ્રમિક પરિવારોને મીઠાઈ આપી હતી.
ગોધરા શહેર પોલીસ હેડક્વાર્ટર નજીક દૂરના ગામડાંમાંથી આવેલા પરિવારો ફૂલ વેચીને ગુજરાન ચલાવે છે. જિલ્લા પોલીસ વડાએ આ પરિવારોને દિવાળીની મીઠાઈનું વિતરણ કર્યું હતું.
આ પ્રયાસથી શ્રમિક પરિવારો પણ તહેવારની ખુશીમાં સામેલ થયા. પંચમહાલ જિલ્લા પોલીસે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સાથે સામાજિક સંવેદનાનું પણ ઉદાહરણ આપ્યું.
