સનાતન ધર્મના પ્રચાર અને ગાયને ‘રાષ્ટ્ર પશુ’ જાહેર કરવાની માંગ સાથે બિહાર અને કલકત્તાના બે યુવાનો સ્કેટિંગ અને સાયકલથી યાત્રા કરી રહ્યા છે. બંને 7 નવેમ્બરે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પહોંચ્યા હતા.બિહારના સીતામઢી જિલ્લાના સિરસી ગામના 19 વર્ષના રિતિક કુમાર ઝા સ્કેટિંગ કરીને યાત્રા કરી રહ્યા છે. તેમણે 5 ઓક્ટોબરે વૈદ્યનાથ મહાદેવ, મહાકાલેશ્વર અને ઓમકારેશ્વર સહિતનાં જ્યોતિર્લિંગનાં દર્શન કર્યા બાદ દ્વારકા તરફ યાત્રા શરૂ કરી હતી.કલકત્તાના 18 વર્ષના ગણેશપાલ ભગવાનપાલ 30 સપ્ટેમ્બરે સાયકલથી આ યાત્રા પર નીકળ્યા હતા. બંનેની મુલાકાત ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થઈ હતી. ત્યાર બાદ તેમણે સાથે યાત્રા આગળ વધારવાનો નિર્ણય કર્યો.
બંનેએ બારેય જ્યોતિર્લિંગનાં દર્શન કરીને દ્વારકાધીશના ધામ સુધી પહોંચવાનો સંકલ્પ કર્યો છે. રિતિક સ્કેટિંગ કરે છે, જ્યારે ગણેશપાલ સાયકલ ચલાવીને તેમની સાથે આગળ વધી રહ્યા છે.જાંબુઘોડા વિસ્તારમાં તેમની યાત્રા લોકોનું ધ્યાન ખેંચી રહી છે. રસ્તામાં લોકો બંનેનું સ્વાગત કરી રહ્યા છે.
