ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન-૨૦૨૬’ અંતર્ગત મહીસાગર જિલ્લા ભાજપનો ત્રિદિવસીય જિલ્લા પ્રશિક્ષણ વર્ગ ઐતિહાસિક ક્રાંતિભૂમિ માનગઢ ધામ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ વર્ગ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને અગ્રણીઓએ માનગઢની ઐતિહાસિક ક્રાંતિભૂમિ તથા પૂજ્ય ગોવિંદ ગુરુના પ્રેરણાદાયી જીવનનું ભાવપૂર્વક સ્મરણ કર્યું હતું. ૧૯૧૩માં આ જ પવિત્ર ભૂમિ પર મા ભારતીની આઝાદી કાજે ૧૫૦૭ જેટલા વીર શહીદોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું .ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માનગઢના ઐતિહાસિક બલિદાનને ચિરંજીવ રાખવા ‘ગોવિંદ ગુરુ સ્મૃતિ વનનું લોકાર્પણ કર્યું હતું. ભાજપા સરકારે આ સ્થળના વિકાસને સતત પ્રાધાન્ય આપતાં આજે અહીં સુવિધાઓનો વ્યાપ વધ્યો છે. આ વર્ગમાં ઉપસ્થિત મહાનુભાવોએ પવિત્ર માનગઢ ધામ તથા શહીદ સ્મારકની મુલાકાત લઈ ગોવિંદ ગુરુની ધૂણીના દર્શન કર્યા હતા અને આદિવાસી સમાજના શૌર્ય અને બલિદાનને ભાવપૂર્વક નમન કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

અહીં આયોજીત ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગમાં કાર્યકર્તાઓના વૈચારિક અને સંગઠનાત્મક ઘડતર માટે કુલ ૧૧ મહત્વપૂર્ણ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્ઘાટન સત્રમાં શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટે ‘આપણો ઇતિહાસ અને વિકાસ’, સત્યેનભાઈ કુલાબકરે ‘મીડિયા પ્રબંધન’, ગોપાલભાઈ શાહે ‘ગરીબ કલ્યાણની યોજનાઓ’, ડૉ. જાનકીબેન આચાર્યએ ‘દેશ સમક્ષ પડકારો’ અને અરુણસિંહ કુંપાવતે ‘સોશિયલ મીડિયા, AI અને નમો એપ’ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તે જ રીતે મયૂરભાઈ સુથારે ‘બૂથ પ્રબંધન, સ્થાયી કાર્યક્રમ તથા મન કી બાત’, સુધીરભાઈ લાલપુરવાલાએ ‘કાર્યવિસ્તારની દૃષ્ટિ’, યોગેશભાઈ પંડ્યાએ ‘કાર્યકર્તા વિકાસ, સંભાળ અને દાયિત્વ બોધ’, આશવભાઈ પટેલે ‘વિચાર પરિવાર’, રાકેશભાઈ રાવે ‘આપણી કાર્યપદ્ધતિ’ તેમજ સમાપન સત્રમાં ભરતભાઈ ડાંગરે ‘આપણું સૈદ્ધાંતિક અધિષ્ઠાન’ વિષય પર પ્રેરક ઉદ્બોધન આપી સફળ આયોજન બદલ ટીમ મહીસાગરને અભિનંદન આપ્યા હતા. વર્ગ દરમિયાન દૈનિક યોગ-પ્રાણાયામ અને જ્ઞાનવર્ધક ઓનલાઇન ક્વિઝનું પણ આયોજન કર્યું હતું. રાત્રિ કાર્યક્રમ મા પણ હનુમાન ચાલીસા, દેશભક્તિ સોંગ, અને ભવ્ય ડાયરાનું પણઆયોજન કરવામાં આવ્યું
આ વર્ગમાં જિલ્લા પ્રભારી નીતિનભાઈ પટેલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ દશરથસિંહ બારીયા, જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન,દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર, સાંસદ રાજપાલસિંહ, ધારાસભ્ય કુબેરભાઈ, ધારાસભ્ય નિમિષાબેન, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા સંગઠનની ટીમ, મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, મંડળ પ્રમુખો તેમજ વ્યવસ્થાનું સુચારુ સંચાલન કરનાર યુવા મોરચા અને વ્યવસ્થા સમિતિના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
