મહીસાગર જિલ્લાના કડાણા અને સંતરામપુર તાલુકામાં સરકારના વિકાસના દાવાઓની પોલ ખોલતી ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં ગ્રામીણ માર્ગોના નિર્માણ માટે પાંચ વર્ષ અગાઉ મંજૂર કરાયેલા રૂપિયા 708 લાખની માતબર રકમ સામે જમીની સ્તરે એક પણ રસ્તો તૈયાર થયો નથી અને રસ્તાઓનું કામ માત્ર કાગળો પર દોડી રહ્યું છે, જેના કારણે ગ્રામજનો પાંચ વર્ષથી માત્ર ખાડા અને ધૂળ ફાંકવા મજબૂર બન્યા છે.
કડાણા તાલુકાના મછારના વાંટા મુખ્ય રોડથી લાડુ ડામોરના ફળિયા સુધીના માર્ગ અને સંતરામપુર તાલુકાના ગોઠીબડા પર્વત હીરાના ઘરથી નિનામા ફળિયા અને રાવળ ફળિયા ના માર્ગ સહિત કુલ 7 મહત્વપૂર્ણ રસ્તાઓ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વર્ષ 2019-20 મા મંજૂર કરવામાં આવ્યા હતા. આ તમામ 7 રસ્તાઓના નિર્માણ માટે સરકાર દ્વારા કુલ 708 લાખ રૂપિયાનું માતબર ભંડોળ ફાળવવામાં આવ્યું હતું.પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે પાંચ વર્ષ વીતી જવા છતાં આ સાતેય રસ્તાઓ આજે પણ અધૂરી ફાઈલો અને કાગળો પૂરતા જ સીમિત છે. સરકારે ભલે ભંડોળ ફાળવ્યાનો દાવો કર્યો હોય, પરંતુ જમીન પર હજી માત્ર ધૂળની ડમરીઓ જ ઉડે છે.
આ સમગ્ર મામલામાં સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો એ છે કે આ સાતેય રસ્તાઓનું કામ શ્રી રામ બિલ્ડર નામની એક જ એજન્સીને સોંપવામાં આવ્યું હતું અને તંત્રએ આ એજન્સીના માલિક કોણ છે તે જાણ્યા વગર જ લાખો-કરોડો રૂપિયા ચૂકવી દીધા હતા આ એજન્સીએ નિયમોને નેવે મૂકીને મનસ્વી રીતે પેટા-કોન્ટ્રાક્ટરો મારફતે કામ ચલાવ્યું હતું અને પેટા કોન્ટ્રાકટર નું અવસાન થતા કામ અધૂરુ રહી ગયું છે અધિકારીઓ એવો બચાવ કરી રહ્યા છે કે માટી-મેટલ સુધીનું કામ થયેલ છે અને તેના રૂપિયા ચૂકવવામાં આવ્યા છે ત્યારે પંચાયત માર્ગ અને મકાન વિભાગ બિલ્ડરનુ નામ જાણ્યા વગર પાંચ વર્ષથી કોને નોટિસો આપી કાગળ પર જ રસ્તાઓ દોડાવી રહ્યા છે.
બોક્સ……
સંતરામપુર અને કડાણા તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના (વર્ષ 2019-20) હેઠળ મંજૂર થયેલા 7 રસ્તાઓની વિગતો, લંબાઈ અને ખર્ચ..
(1)મછારનાં વાંટા મુખ્ય રોડ થી લાડુ ડામોરના ફળિયા સુધીનો રસ્તો. લંબાઈ 3 કિમી.114 લાખ.
(2)નીનકા 2 થી ડામોર ફળિયા થઈ મીરાપુરને જોડતો રસ્તો. લંબાઈ 2 કીમી. 76 લાખ.
(3)મુવાલિયા બીડ ડીટવાસ મુખ્ય રસ્તાથી નીનકા તરફ જતો રસ્તો. લંબાઈ 2 કિમી.76 લાખ
(4)ફુલપરી પાકા રસ્તાથી હરજી મહારાજ મંદિર ફ સુધીનો રોડ. લંબાઈ 2 કીમી.76 લાખ.
(5)મોટા શરણાઈયા થી ડુંગરા ભીત થી આંગણવાડી સુધી નો રસ્તો.લંબાઈ 3 કીમી. 114 લાખ.
(6)ગોઠીબડા પર્વત હીરાના ઘરથી નીનામા ફળિયા અને રાવળ ફળિયા થઇ બીટ ગર્દ ના ક્વાટર સુધીનો રસ્તો. લંબાઈ 3 કીમી.114 લાખ
(7)ભોટવા પશ્ચીમથી ગામડી વણકરવાસ ચાંદરી ફ. રોડ.લંબાઈ 3 કીમી 114 લાખ.

આ સાત રસ્તાનું કામ શ્રી રામ બિલ્ડરને માર્ચ 2021 મા સોંપવામાં આવ્યું હતું એજન્સી માલીક કોણ છે ખબર નથી સ્તાઓનું કામ મેટલ લેવલ સુધી કરી ઈજારદારે કામ બંધ કરી દીધું હતું. જેથી 10 કરતાં વધુ નોટિસો આપવા આવી છે આ અધૂરા કામો નવા ટેન્ડર દ્વારા પૂર્ણ કરવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત રજૂ કરાઈ છે, જ્યારે આ કામોનુ માટી મેટલ સુધીનું ચુકવણું કરવામાં આવ્યું છે.- ડી કે ગઢવી. ના.કા.ઈ . પંચાયત.મા.મ.વિભાગ

અમારા ગામના આ રસ્તા પર બે શાળા અને બે આંગણવાડી આવેલી છે પાંચ વર્ષથી અહીંયા કપચી પાથરેલી છે બાળકોને આવવા જવામા મુશ્કેલીઓ પડે છે અને ગામલોકો ને પણ અવરજવર કરવામાં તકલીફ થાય કેટલીવાર અધિકારીઓ ને કીધું કોઈ વ્યાજબી જવાબ મળતો નથી હવે કે છે નવું ટેન્ડર થાય પછી રસ્તો બનશે. રાધાબેન ડામોર. સરપંચ. વેલણવાડા.
૭ ગામો ના છૂટા છવાયા માટી મેટલ ના કામો ના લાખ્ખો રૂપિયા ના ચૂકવણાઓ કરાયા બાદ….
મહીસાગર માર્ગ અને મકાન વિભાગ ના “સાહેબો” ને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ના અધૂરા કામો કરનાર “શ્રીરામ બિલ્ડર્સ” ના ઇજારદાર ના નામો અને સરનામાઓ મળતા નથી..!!
ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દવારા “અહો વૈચિત્ર્યમ” જેવા કિસ્સા મા રાજયકક્ષા એ થી તપાસો ના આદેશો આપે એવી પ્રજા માંગ…
