ગુજરાત ના પ્રવેશદ્વાર કહેવાતા દાહોદ એ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન ની સરહદો સાથે સંકળાયેલા છે.આ સરહદી રાજ્યો માંથી બૂટલેગરો ગુજરાત મા વિદેશી શરાબ નો જંગી જથ્થો ઘુસાડવા માટે આતુર હોવાના અવાર નવાર કિસ્સાઓ બહાર તો આવતા જ રહે છે.પરંતુ દાહોદ ની સરહદો ને અડી ને આવેલા મધ્ય પ્રદેશ અને રાજસ્થાન માંથી ગુજરાત ના યુવાધન ને બરબાદ કરવા માટે પ્રતિબંધિત માદક દ્રવ્યો નો જથ્થો ઘુસાડવા માટે “ડ્રગ પેડેલરો” પણ સક્રીય બન્યા હોવાનુ કહેવાય છે. એમા કતવારા પોલીસ સ્ટેશન ના પી.આઇ. યુ.એમ. ગાવિત દવારા ખંગેલા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ હાથ ધરો ના આપેલા આ સૂચનો ના અમલ વચ્ચે એ.એસ.આઇ. ઈશ્વરભાઈ ભગાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ પપ્પુભાઈ મખાભાઈ દવારા ગુજરાત ની હદ મા પ્રવેશ કરતા ખંગેલા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી હતી.આ સમયે કાળા કલર ની આવેલ ગુજરાત પાર્સિંગ ની ક્રેટા કાર જી.જે.૨૭ સી.એમ.૮૪૯૩ ને અટકાવી ને કાર ની અંદર ઝીણવટપૂર્વક તપાસ કરતા પ્લાસ્ટિક ની બે થેલીઓ મા પેક કરેલ અને યુવાધન મા “પાર્ટી ડ્રગ્સ” તરીકે પ્રચલીત અંદાઝે ૧૧ લાખ ની કિંમત નો ૩૬૩.૦૫૬ ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ નો જથ્થો મળી આવતા દાહોદ પોલીસ તંત્ર નો કાફલો ચોકી ઉઠ્યો હતો.એટલા માટે કે ગુજરાત પાર્સિંગ ની આ વૈભવી કાર ના સહારે ગુજરાત મા પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ નો ઘુસાડવા જતા ખંગેલા ચેકપોસ્ટ ઉપર ઝડપાઈ ગયેલ કાર ચાલક ડ્રાયવર રાજસ્થાન ના બાસવાડા તાલુકા ના કુસલગઢ પાટી ગામ ના ઇદ્રીશ સલીમ મકરાણી હોવાનુ બહાર આવ્યુ છે.
દાહોદ તાલુકામાંથી પસાર થતી ખંગેલા ચેકપોસ્ટ પરથી કતવારા પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન એક ફોર વ્હીલર ગાડીમાંથી મેફ્રેડોન ડ્રગ્સનો રૂપીયા ૧૦,૯૦,૬૮૦નો મળી આવતાં પોલીસ બેડામાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ બનાવમાં ગાડીના ચાલકની અટકાયત કરી ગાડીની કિંમત મળી કુલ રૂપીયા ૨૧,૦૦,૬૮૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.

દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યની સરહદે આવેલ જિલ્લો છે. અવાર નવાર બાહ્ય રાજ્યોમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી તેમજ ગેરકાયદેસર ચીજવસ્તુઓ ગુજરાતમાં ઘુસાડવા માટેનું ષડયંત્ર ચાલતું હોય છે. અને અવાર નવાર દાહોદ પોલીસ દ્વારા આવા ગુન્હાઓ નો પર્દાફાર્શ પણ કરતી આવી છે. મુખ્યત્વે મોટાભાગે મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યો માધ્યમથી દાહોદ જિલ્લા મારફતે ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાનું ષડયંત્ર ચાલતું હોય છે પરંતુ હવે ડ્રગ્સ જેવા માદક પદાર્થાે ઘુસાડવાનો પણ પર્દાફાર્શ દાહોદની કતવારા પોલીસે કર્યાે છે જેમાં ગત તારીખ ૨૭મી ઓગષ્ટના રોજ કતવારા પોલીસે મધ્યપ્રદેશ રાજ્યને અડીને આવેલ ખંગેલા ચેકપોસ્ટ પર રાબેતા મુજબ નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતી હતી ત્યારે ત્યાંથી એક વૈભવી ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસે તેને પણ ઉભી રખાવી ગાડીના ચાલક ઈદ્રીસ સલીમ મકરાણી (રહે.રાજસ્થાન)ની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાં પોલીસને પ્રથમ દ્રષ્ટિએ શકમંદો માદક પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે આ બાદ એફએસએલ ના અધિકારીઓને જાણ કરી સ્થળ પર બોલાવી શકમંદ માદક પદાર્થ મામલે ચકાસણી કરવા જણાવતાં એફએસએલ ના અધિકારીઓએ પદાર્થની તપાસ કરતાં આ માદક પદાર્થ મેફ્રોડોન ડ્રગ્સ હોવાનું એફએસએલ રિપોર્ટમાં આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે ગાડીમાંથી મેફ્રોડન ડ્રગ્સ નો કુલ વજન ૩૬૩.૦૫૬ મી.લી. ગ્રામ જેની કુલ કિંમત રૂપીયા ૧૦,૯૦,૬૮૦નો જથ્થો કબજે કર્યાે હતો અને તેની સાથે સાથે પોલીસે ઉપરોક્ત ગાડીના ચાલકની પણ અટકાયત કરી ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૨૧,૦૦,૬૮૦નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે કતવારા પોલીસે એન.ડી.પી.એક્ટ મુજબનો ગુનો નોંધી આ ડ્રગ્સ ના સપ્લાય માં અન્ય કોણ કોઈ આરોપીઓની સંડોવણી છે. તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સરહદી રાજ્યો ના સહારે બૂટલેગરો બાદ “ડ્રગ્સ પેડલરો” પણ સક્રીય બનતા પોલીસ તંત્ર પણ સતર્ક બન્યુ…

ગુજરાત ના પ્રવેશદ્વાર ઉપર આવેલ ખંગેલા ચેકપોસ્ટ ઉપર એક વૈભવી કાર માંથી યુવાધન મા “પાર્ટી ડ્રગ્સ” તરીકે ઓળખાતા અંદાઝે ૧૧ લાખ ની કિંમત ના ૩૬૩ ગ્રામ ઉપરાંત નો “મેફેડ્રોન ડ્રગ્સ” નો જથ્થો ઝડપાયો..!!
રાજસ્થાન નો ડ્રાયવર ગુજરાત પાર્સિંગ ની કાર મા ડ્રગ્સ ની હેરાફેરી કરતા ઝડપાઈ જતા પોલીસ તંત્ર મા પણ અચરજ…
