મામલતદાર ટીમે ગેરકાયદેસર ખનિજ વહન કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી છે.મધવાસ વિસ્તારમાંથી પાસ-પરમિટ વગર કપચીનું વહન કરી રહેલા બે હાઈવા ડમ્પરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મામલતદાર ટીમ દ્વારા મધવાસ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉદલપુર તરફથી કપચી ભરીને આવી રહેલા બે હાઈવા ટ્રકને રોકવામાં આવ્યા હતા અને તેમની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન, વાહન ચાલકો પાસે ખનિજ વહન માટે જરૂરી રોયલ્ટી પાસ કે પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું. આથી, બંને વાહનોને ગેરકાયદેસર ખનિજ વહન બદલ ઝડપી પાડવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન, વાહન ચાલકો પાસે ખનિજ વહન માટે જરૂરી રોયલ્ટી પાસ કે પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું. આથી, બંને વાહનોને ગેરકાયદેસર ખનિજ વહન બદલ ઝડપી પાડવામાં આવ્યા હતા.
ઝડપાયેલા વાહનોમાં હાઈવા નંબર GJ-06-AZ-2527 નો ડ્રાઇવર રાઠોડ પ્રવીણભાઈ ગીરવતભાઈ (ઉંમર ૨૫) હતો, જેમાં ૨૪.૨૫૦ ટન કપચી ભરેલી હતી. આ વાહન ઉદલપુરથી હાલોલ જઈ રહ્યું હતું અને તેના માલિક ભાવેશભાઈ બારીયા (ઉદલપુર) છે બીજુ હાઈવ GJ-06-AZ-8253 (પલાસ) હતું, જેના ડ્રાઈવર રાઠોડ મુકેશભાઈ ગીરવતભાઈ (ઉંમર ૩૦) હતા. આ વાહનમાં પણ ૨૪.૨૫૦ ટન કપચી હતી અને તે પણ ઉદલપુરથી હાલોલના રૂટ પર હતું. તેના માલિક પણ ભાવેશભાઈ બારીયા (ઉદલપુર) છે.પાસ-પરમિટ વગર બિનઅધિકૃત રીતે ખનિજ હેરફેર કરવા બદલ બંને હાઈવા ડમ્પર સામે કાયદેસરનો કેસ નોંધી આગળની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
