ફતેપુરા મા “ટચ ધ લાઈટ” ખાનગી શાળા મા સર્વ શિક્ષા અભિયાન સરકારી શૈક્ષણીક સાધનો ચોરીછુપી થી મોકલનાર સી.આર.સી. કો.ઓર્ડીનેટર પૂર્વીબેન ઉપાધ્યાય આખરે અંદરખાને સસ્પેન્ડ..!!
ખાનગી શાળા “ટચ ધ લાઈટ”ના સંચાલકો અને સંકળાયેલા એ સરકારી શિક્ષક ચહેરાઓ સામે કાયદેસર ફોજદારી ગુનો દાખલ થાય એવા એધાણો…
—યુવા વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ના એક ઓપરેશન થી જ સર્વ શિક્ષા અભિયાન ના વહીવટી તંત્ર ના પાયાઓ હચમચી ગયા હોવાનો સન્નાટો…
દાહોદ જિલ્લા ના સરકારી શાળાઓ મા અભ્યાસ કરતા ગરીબ વિધાર્થીઓ ના અભ્યાસ મા સુધારો લાવવા થાય આ સાથે શૈક્ષણીક સ્તર મા સુધારો લાવવા માટે રાજ્ય સરકાર ના સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કરોડો રૂપિયા ના ખર્ચાઓ કરી ને શૈક્ષણીક સાધનો ની ખરીદી કરી ને સરકારી શાળાઓ ના વિધાર્થીઓ માટે ફાળવવામાં આવી હતી.પરંતુ આ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ખરીદ કરવામાં આવેલ સરકારી શૈક્ષણીક સામગ્રીઓ નો જથ્થો રાજ્ય સરકાર ના કૃષિમંત્રી રમેશ કટારા ના કાર્યક્ષેત્ર એવા ફતેપુરા મા આવેલ “ટચ ધ લાઈટ” નામ ની ખાનગી શાળા માંથી મળી આવતા ગુજરાત સરકાર ના શૈક્ષણીક આલમ મા જબરદસ્ત ગરમાવો પ્રસરી જવા પામ્યો છે. એટલા માટે કે દાહોદ જિલ્લા મા સરકારી શાળાઓ મા અભ્યાસ કરતા ગરીબ આદીવાસી વિધાર્થીઓ માટે સર્વ શિક્ષા અભિયાન કચેરી દવારા ખરીદ કરવામા આવેલ ૪ સ્માર્ટ બોર્ડ,નિપૂણ ભારત ની વિવિધ શૈક્ષણીક કીટો,સર્વ શિક્ષા અભિયાન ના પુસ્તકો નો જથ્થો,લેપટોપ વી.જેવી સરકારી સામગ્રીઓ નો આ જથ્થો ખુદ ફતેપુરા ના સી.આર.સી. કો.ઓર્ડીનેટર પૂર્વીબેન ઉપાધ્યાયે પોતાના ભાઈ દેવેન ઉપાધ્યાય સંચાલીત “ટચ ધ લાઈટ” ની ખાનગી શાળા મા પધરાવી દીધો હોવાના ચોંકાવનારા ખેલો બહાર આવતા દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી દવારા પૂર્વીબેન ઉપાધ્યાય ની સી.આર.સી.કો. ઓર્ડીનેટર તરીકે ની પ્રતિ નિયુક્તિ રદ કરી ને તેઓને હાલ સસ્પેન્ડ કરવાની કાર્યવાહીઓ હાથ ધરી છે અને તપાસ અહેવાલ તૈયાર કરાયા બાદ સરકારી શાળા ના આ મહીલા શિક્ષિકા પૂર્વીબેન ઉપાધ્યાય ની હકાલપટ્ટી કરવામા આવે એવા એધાણો દેખાઈ રહયા છે.જો કે યુવા વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા એ પોતાની ટીમ ને સાથે રાખી ને ફતેપુરા મા આવેલ “ટચ ધ લાઈટ” ની ખાનગી શાળા મા ઓપરેશન કરી ને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ખરીદ કરવામા આવેલ સરકારી શૈક્ષણીક સામગ્રીઓ નો જંગી જથ્થો ઝડપી ને દાહોદ જિલ્લા ના શિક્ષણ વિભાગ ના અધિકારીઓ ના હવાલે કરતા ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ મા જબરદસ્ત ખડભડાટ પ્રસરી જવા પામ્યો છે.અને સરકાર ના પગાર થી નોકરી કરતા અને ફતેપુરા ની “ટચ ધ લાઈટ” ખાનગી શાળા સાથે જોડાઈ ને શિક્ષણ નો વ્યાપાર કરનારા એ કસૂરવાર શિક્ષકો અને ખાનગી શાળા ના સંચાલકો સામે કાયદેસર પોલીસ ફરીયાદ દાખલ કરવા સુધી ની સખ્ત કાર્યવાહીઓ હાથ ધરવામા આવે એવા સંકેતો દેખાઈ રહયા છે.

3 TPEOની કમિટી ગઠિત,ગાંધીનગરથી ટીમ આવી
આ કૌભાંડની સત્યતા બહાર લાવવા અને સરકારીસાધનો ખાનગી શાળા સુધી પહોંચાડવામાં કયા ઉચ્ચઅધિકારીઓ કે વચેટિયાઓ ની મિલી ભગત છે તે શોધવાતંત્ર દ્વારા 3 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની વિશેષ કમિટી રચાઇ છે. આ ટીમે લેખિત ખુલાસા સાથેઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.આ સાથે ગંભીરઘટનાની તપાસ કરવા માટે ગાંધીનગરથી પણ ત્રણઅધિકારીની ટીમ ફતેપુરા ધસી આવી આખો દિવસપુછપરછ કરીને રિપોર્ટ તૈયાર કર્યો હતો.
કઇ રીતે આખુંય કૌભાંડ છત્તું થયું
સંજેલી તાલુકામાં નકલી આદિવાસી પ્રમાણપત્ર નો મુદ્દો ચગેલો છે. ત્યારે ભોજેલા ની ગ્રાન્ટેડ સ્કુલ નો આચાર્ય અલ્કેશ પ્રજાપતિ આક્ષેપ થઇ રહ્યા છે તેના સીધા સંપર્કમાં હોવાથી તેના વિશે તપાસ કરાઇ હતી. ત્યારે તે ગ્રાન્ટેડ શાળામાં આચાર્ય હોવા છતાં બીજી ખાનગી શાળામાં ટ્રસ્ટી હોવાનું બહાર આવતાં આ શાળાની ક્ષતિઓ સામે લાવવા આપે બીડુ ઝડપાતા ન કલ્પ્યું હોય તેવું મોટુ કૌભાંડ પકડાઇ ગયુ હતું.
સીઆરસી તરીકેની પ્રતિ નિયુક્તિ રદ થવા એંધાણ
સીઆરસી પૂર્વીબેન ઉપાધ્યાયની તપાસ ટીમે પુછપરછ કરી ત્યારે તેમણે સામાન મુકવાની જગ્યા ન હોવાથી અહીં શાળામાં સામાન મુક્યો હોવાનો બચાવ કર્યો હતો. જોકે, આ વાત તપાસ ટીમને ગળે ઉતરી ન હતી. આ સાથે તેઓ બપોર બાદ આ ખાનગી શાળામાં જ બેસતા હોવાના આક્ષેપો પણ થયા હતાં. પૂર્વીબેન ની તાત્કાલિક અસરથી સીઆરસી તરીકેની પ્રતિ નિયુક્તિ રદ કર્યા બાદ તેમની સામે પગલા લેવાય તેવા એંધાણ છે.
તપાસનો અહેવાલ આવ્યા બાદ કાર્યવાહી
ત્રણ ટીપીઓની તપાસ સમિતિ બનાવવામાં આવી છે. તપાસ સમિતિનો અહેવાલ આવી ગયા બાદ કાર્યવાહી કરાશે.
:- આરતસિંહ બારિયા, ડીપીઇઓ, દાહોદ
