નંદેસરી પોલીસ ના હાથે વિદેશી શરાબ ની ૪૪ પેટીઓ સાથે ઝડપાઈ ને જેલ મા ગયેલા…
ડેરોલ રેલ્વે સ્ટેશન ના પોલીસ કોન્સ્ટેબલ સંજય ચુડાસમા ને સસ્પેન્ડ કરવામા આવ્યો હોવાની આંતરીક ચર્ચાઓ તો છે, પરંતુ સત્તાવાર આદેશ નો હુકમ હજુ બાકી છે ની અસમંજ ચર્ચાઓ..!!
ભાવનગર ના લઠ્ઠાકાંડ ના ગરમાવા વચ્ચે કયાંક આ ભાવનગર કનેકશન ગરમાવો વધુ ગરમ ના બને એવી તકેદારીઓ પણ હોઈ શકે એમ છે..?!!
ગોધરા રેલ્વે પોલીસ મથક ના તાબા હેઠળ અને ડેરોલ રેલ્વે સ્ટેશન ખાતે પોલીસ કોન્સ્ટેબલ ની ફરજ બજાવતા સંજય ચુડાસમા બીમાર માતા ની ખબર પૂછવાના બહાને રજા ઉપર ગયેલ આ રેલ્વે ના પોલીસ કોન્સ્ટેબલ સંજય ચુડાસમા પોતાના ભાગીદાર બુટલેગર વિક્રમ ઢાપા સુરત થી અંદાઝે ૪.૬૦ લાખ રૂપિયા ની કિંમત ના વિદેશી શરાબ ની ૪૪ પેટીઓ કાર માં ભરી ને આવતા વડોદરા શહેર ના નંદેસરી પોલીસ સ્ટેશન ની ટીમ ના હાથે ઝડપાઈ ગયા હતા અને બે દિવસો ના પોલીસ રીમાન્ડ પૂર્ણ થયા બાદ રેલ્વે ના પોલીસ કોન્સ્ટેબલ સંજય ચુડાસમા અને ભાગીદાર બુટલેગર મીત્ર વિક્રમ ઢાપા ને સબ જેલ ના હવાલે કરાયા હતા. એમા વડોદરા વેસ્ટર્ન રેલ્વે પોલીસ તંત્ર ના સત્તાધિકારીઓ દવારા વિદેશી શરાબ ની ૪૪ પેટીઓ ની ખેપ મારતા ઝડપાઈ ગયેલા ડેરોલ રેલ્વે સ્ટેશન ના આ પોલીસ કોન્સ્ટેબલ સંજય ચુડાસમા ને નોકરી માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની આંતરીક ચર્ચાઓ ગોધરા ના રેલ્વે પોલીસ ફોર્સ ના કર્મચારીઓ મા ચાલી રહી છે.પરંતુ ભાવનગર ના લઠ્ઠાકાંડ ના ગરમાવા ના ઇફેક્ટ વચ્ચે વડોદરા રેલ્વે તંત્ર ના સત્તાધીશો બુટલેગર બનેલા આ પોલીસ કોન્સ્ટેબલ સંજય ચુડાસમા ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરી નથી કે સત્તાવાર માહીતી આપવા પણ કોઈ તૈયાર નથી.
આ સંદર્ભમાં સંભવિતઃ ચર્ચાઓ એવી છે કે ભાવનગર ના ગરમાયેલા લઠ્ઠાકાંડ ના ગોઝારા બનાવ સંદર્ભમાં ચારે તરફ થી પોલીસ તંત્ર ના માથે માછલા ધોવાઈ રહયા છે આવા સંજોગો મા ભાવનગર જિલ્લા ના તળાજા તાલુકા ના વતની રેલ્વે પોલીસ કોન્સ્ટેબલ સંજય ચુડાસમા અને ભાગીદાર બુટલેગર મીત્ર વિક્રમ ઢાપા વિદેશી શરાબ ની ૪૪ પેટીઓ સુરત થી ભાવનગર ખાતે લઈ જતા ઝડપાયા હોવાની ખબરો નંદેસરી પોલીસ તંત્ર વડોદરા વેસ્ટર્ન રેલ્વે પોલીસ તંત્ર ના સત્તાધિકારીઓ ને ભલે લેખિત મા રિપોર્ટ મોકલ્યો આના આધારે રેલ્વે ના પોલીસ કોન્સ્ટેબલ સંજય ચુડાસમા ને સસ્પેન્ડ કરવાના આદેશ નો નિર્ણય ભલે લેવાઈ ચૂક્યો હશે પરંતુ ભાવનગર ના લઠ્ઠાકાંડ ના ગરમાયેલા માહૌલ વચ્ચે ભાવનગર ના તળાજા તાલુકા ના વતની એવા રેલ્વે ના પોલીસ કોન્સ્ટેબલ સંજય ચુડાસમા ના વિદેશી શરાબ ના વ્યાપારો ની હેરાફેરીઓ નુ પ્રકરણ કયાંક આ ગરમાવા મા સામેલ ના થાય એને લઈ ને પોલીસ કોન્સ્ટેબલ કમ બુટલેગર બનેલા સંજય ચુડાસમા ના આ સસ્પેન્શન ના આદેશ ની સત્તાવાર જાહેરાત નથી કરાઈ પરંતુ સંજય ચુડાસમા ને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાની ચર્ચાઓ ગોધરા રેલ્વે પોલીસ ફોર્સ ના કર્મચારીઓ મા શરૂ થઈ ચૂકી છે.
