કાલોલ નગર પાલિકા સંચાલિત અને દિવાનવાડીમાં આવેલા પાણીના સંપ માંથી પાલિકાના ચાર વોર્ડમાં રહેતા બહુમતી હિંદુ સમાજના ૨૦ હજાર કરતા વધારે રહીશોને પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવતો હતો.આ દીવાનવાડીના પાણીના સંપ માંથી પશુઓના હાડકાઓ અને હાડપિંજરોના અવશેષો મળી આવવાની અતિ ગંભીર ઘટનાના પગલે કાલોલના રહીશોમાં આક્રોશના આઘાતો સર્જાયા છે. ત્યારે કાલોલ નગર પાલિકાના ચીફ ઓફીસર સંજય પટેલ દીવાનવાડીના પાણીના સંપ માંથી મૃતક પ્રાણીઓના મળી આવેલા હાડકાઓ અને હાડપિંજરોના અવશેષોના આ બનાવને જાણે કે સહજતાથી લઈને સ્થળ મુલાકાતની ફરજોથી દૂર રહીને આ ગંભીર બનાવ ઉપર ઢાંક પીછોળો કરવા માટે દીવાનવાડીના આ પાણીના સંપની સાફ સફાઈઓ કરી દેવામાં આવી હોવાની વહીવટી ઉતાવળોમાં દીવાનવાડીમાં આવેલા આ પાણીના સંપમાં પુનઃ પાણી ભરીને આજરોજ કાલોલ પાલિકાના ચાર વોર્ડના હિન્દુ રહીશોના ઘરોમાં પાણીનો પુરવઠો તો પહોંચતો તો કર્યો પરંતુ દીવાનવાડીના આ પાણીના સંપ માંથી પુનઃ મૃતક પશુઓના હાડકાઓ બહાર આવ્યા હોવાનું દેખાવવા લાગતા ઘટના સ્થળે દોડી ગયેલા કર્મચારીઓ દ્વારા આ હાડકાઓ બહાર કાઢીને માટીના ઢગલામાં દબાવી દેવાના પ્રયાસો કરાતા પ્રજાજનોમાં આક્રોશ હવે ચરમસીમા એ પહોંચ્યો છે. એમાં શ્રાવણ માસના પવિત્ર પ્રારંભના પ્રથમ દિવસે દીવાનવાડીના પાણીના સંપ માંથી પશુઓના હાડકા સાથે ભરેલા દૂષિત પાણીના ઉપયોગથી કરાયેલ પૂજા અર્ચનાઓને લઈને ભક્તિસભર હિન્દૂ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાના આક્રોશની ચર્ચાઓ શરૂ થવા પામી છે. કાલોલ નગર પાલિકાના ચીફ ઓફીસર સંજય પટેલે પોતાની વહીવટી ફરજો અને જવાબદારીઓનો સ્વીકાર કરીને આ મામલામાં સ્થળ મુલાકાત કરીને તપાસોના આદેશો આપવાના બદલે દીવાનવાડીના પાણીના સંપ માંથી મૃતક પશુઓના હાડકાઓ અને હાડપિંજરોના અવશેષો નીકળવાના આ અતિ ગંભીર પ્રકરણમાં ઢાંક પિછોળો કરવાની વેંતરણોમાં હવે સંપના ઢાંકણ માટે ટેન્ડર બહાર પાડવાની વાતો કરીને હજારો પ્રજાજનોના આરોગ્ય અને સ્વાસ્થ્ય પ્રત્યે કરાયેલ કૂર મજાકને હળવાશ પૂર્વક લેવાની પેરવીઓ જોઈને કાલોલના હજારો બહુમતી હિન્દૂઓમાં મૃતક પશુઓના હાડકા અને હાડપિંજરોનું દૂષિત પાણી પીવડાવવાના વહીવટના જવાબદાર અધિકારી એવા કાલોલ નગર પાલિકાના ચીફ ઓફીસર સંજય પટેલ અને બે જવાબદાર કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે એવી માંગ ઉભી થવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ શહેરના દિવાનવાડી સ્થિત પાલિકાનો જુનો પાણી પુરવઠાનો સંપ વોર્ડ નં ૨,૩,૬ અને ૭ વિસ્તાર સહિતના અડધા શહેરમાં પાણી પુરું પાડી રહ્યો હતો એ જુનો સંપ ગત વર્ષે ચોમાસુ સિઝનના પ્રારંભે જમીનદોસ્ત થઈ ગયો હતો. ખાસ કરીને સંપના મોરાનો ભાગ ધ્વસ્ત થઈ જતાં તત્કાલીન સમયે પાલિકાની ચૂંટણીમાં નવી ચુંટાઈ આવેલી બોડીએ ટેમ્પરરી સંપની બાજુઓનું સમારકામ કરીને મોરા(ડોમ)ના ભાગે તાડપત્રી ઢાંકીને કામ ચલાવી રાખ્યું હતું. જે તાડપત્રીથી ઢાંકેલા જુના જર્જરિત સંપથી આખુ વર્ષ પુરો પાડવામાં આવતો હતો. આવા દોઢેક વર્ષથી ખુલ્લા સંપની સાફસફાઈનો જાગૃત નાગરિકોએ સ્વાગત કક્ષાએ પણ ઉઠાવ્યો હતો પરંતુ સ્વ વિકાસના નશામાં ભાન ભૂલેલા સત્તાધીશોએ ક્યારેય સાફસફાઈની દરકાર લીધી નહીં. જે મધ્યે તાજેતરમાં પાલિકા દ્વારા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવતા પાણી પુરવઠા સમિતિના અધ્યક્ષ તરીકે પાલિકાના પૂર્વ પ્રમુખ કમલેશભાઈ પંચાલે પહેલું કામ વિવિધ સંપ અને ટાંકીઓની સાફ સફાઈ કામગીરીનું ઉપાડતાં મંગળવારે જુના ભગ્ન સંપની સાફસફાઈ દરમ્યાન એક બે ટ્રેકટર જેટલો કચરો કાઢવામાં આવ્યો હતો. આ કચરામાંથી કોઈ કોઈ અજાણ્યા પશુના હાડકાં અને હાડપિંજરો પણ મળી આવતાં અડધા નગરને આવું દુષિત પાણી પીવડાવતા તંત્ર અને તંત્રની બેદરકારી સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને જુના સંપનો પાણી પુરવઠો નગરના વોર્ડ નં ૨,૩, ૬ અને ૭ વિસ્તારમાં રહેતા વૈષ્ણવ સમાજના વિસ્તારો પણ હોવાથી નગરજનોની આસ્થા અને આરોગ્ય સાથે ખિલવાડ કરતી પાલિકાની આવી ઘોર બેદરકારી અંગે અરેરાટી અને આક્રોશ વ્યાપી ગયો છે.
કાલોલ ના બહુમતી હજારો હિન્દુઓ ને પશુઓ ના હાડકાનું દૂષિત પાણી પીવડાવ્યું છતાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ખામોશ કેમ.?!!
કાલોલ ભા.જ.પ.ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ હંમેશા પ્રખર હિન્દુત્વવાદી હોવાના જાહેર મા ખોંખારાઓ ખાતા હોય છે, પરંતુ કાલોલ પાલિકા સંચાલીત દીવાનવાડી પાણી ના સંપ માંથી મળી આવેલા મૃતક પશુઓ ના હાડકા અને હાડપિંજરો નું દૂષિત પાણી હજારો હિન્દુઓ ના ઘરો મા પહોંચાડવામાં આવ્યુ હોવાના બહાર આવેલા આ અત્યંત ચોંકાવનારા કારનામાઓ સામે અને કાલોલ ન.પાલિકા ના બેજવાબદાર ચીફ ઓફિસર સંજય પટેલ વહીવટ સામે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દવારા એક હરફ સુધ્ધા ઉચ્ચાર્યો નથી.ત્યારે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ના.મુખ્યમંત્રી હર્ષ સંઘવી દવારા કાલોલ ના હિન્દુઓ ને મૃતક પશુઓ ના હાડકા અને હાડપિંજરો નું દૂષિત પાણી પીવડાવી ને પ્રજાજનો ના જાહેર આરોગ્ય ને જોખમ મા મૂકનારા કસૂરવારો સામે સખ્ત તપાસો ના આદેશો આપવામાં આવે એવી માંગ ઉભી થવા પામી છે.
